તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 26th December 2024
ધુમ્મસ વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છ ઠરી ગયાઃ ગિરનાર ૮, નલીયા ૯.૮ ડીગ્રી
લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગતા આખો દિવસ ઠંડી યથાવત

રાજકોટ તા.૨૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં ઘુમ્મસ વચ્ચે લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહયા છે. આજે ગિરનાર ૮, નલીયા ૯.૮, રાજકોટમાં ૧૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. આવા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહીથી લોકો ચિંતીત છે.
ઉતર ભારતના પહાડી રાજયોમાં હાલ હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે હાલ રાજયમાં ઠંડીમાં વધારો થયો છે ત્યારે જ બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન-ડિસ્ટર્બન્સના કારણે રાજયના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહયું છે. આ દરમ્યાન હવામાન વિભાગે આગામી છ દિવસમાં ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી ૨૮ ડિસેમ્બર સુધી સોૈરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ૧૫થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં આવતીકાલથી ૨૮ ડિસેમ્બર સુધી વરસાદની આગાહી છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૬: ગાઢ ધુમ્મસથી ગિરનાર પર હિમાલય જેવો માહોલ વચ્ચે ઠંડી ૮ ડિગ્રી નોંધાઇ હતી.
છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ધુમ્મસનું શરૂ થયેલું આક્રમણ આજે પણ જારી રહ્યું હતું. સવારે વાતાવરણમાં ભેજ વધીને ૮૬ ટકાએ પહોંચી જતા જુનાગઢ સહિત સમગ્ર સોરઠ વિસ્તારમાં ગાઢ ધુમ્મસનું આક્રમણ થયું હતું સાથે સાથે ઝાકળ વર્ષા પણ થતા કાશ્મીરી માહોલ છવાઈ ગયો હતો.
ગિરનાર પર્વત ઉપર ગાઢ ધુમ્મસને લઈને આજે પણ વાદળોનું આવરણ છવાઈ જતા હિમાલય જેવો માહોલ જોવા મળ્યો હતો. જેની સાથે ગિરનાર પર લઘુતમ તાપમાન ૮.૧ ડિગ્રી રહ્યું હતું. બીજી તરફ અવિરત કાતિલ ઠંડી પડી રહી હોય નાતાલની રજા પર પ્રવાસીઓને સંખ્યામાં ઘટાડો થયો હતો.
જૂનાગઢમાં આજે પણ સવારે લઘુતમ તાપમાનનો પારો ૧૪.૮ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬% અને ૫.૮ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુંકાતા લોકો ઠરી ગયા હતા.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં ૨૪ કલાકમાં લઘુતમ તાપમાન ચાર ડિગ્રી ઉચ્ચકાતા ઠંડીની તીવ્રતામાં ઘટાડો નોંધાયો છે. બુધવારે ભાવનગરનું લઘુત્તમ તાપમાન ૧૩.૪ ડિગ્રી હતું તે આજે ગુરુવારે વધીને ૧૭. ૦ ડિગ્રી એ પહોંચતા ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે સવારે ભાવનગર શહેરમાં ભેજનું પ્રમાણ ૫૪% હતું અને સવારે પવનની ઝડપ ૬ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૬, મહતમ તાપમાન ૨૩, ભેજનું પ્રમાણ ૭૨%, પવનની ગતી ૬.૫ કિ.મી. રહી હતી.(૨.૧૬)
માવઠાની આગાહી વચ્ચે મિશ્ર હવામાનનો માહોલ
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત ૮.૦ ડીગ્રી
અમદાવાદ ૧૬.૬ ડીગ્રી
અમરેલી ૧૩.૬ ડીગ્રી
બરોડા ૧૯.૦ ડીગ્રી
ભાવનગર ૧૭.૦ ડીગ્રી
ભુજ ૧૦.૯ ડીગ્રી
દમણ ૧૬.૮ ડીગ્રી
ડીસા ૧પ.૩ ડીગ્રી
દીવ ૧૩.ર ડીગ્રી
દ્વારકા ૧૬.૪ ડીગ્રી
ગાંધીનગર ૧૭.૮ ડીગ્રી
જામનગર ૧૬ ડીગ્રી
કંડલા ૧૪.૮ ડીગ્રી
નલિયા ૯.૮ ડીગ્રી
ઓખા ૧૭.૬ ડીગ્રી
પોરબંદર ૧૪.૬ ડીગ્રી
રાજકોટ ૧૧.૦ ડીગ્રી
સુરત ૧૮.૪ ડીગ્રી
વેરાવળ ૧પ.૮ ડીગ્રી
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
