<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

જૂનાગઢમાં પતિએ ગળાફાંસો ખાધાના બીજા દિવસે પત્‍નીએ ગળાફાંસો ખાધો, કારણ અકળ

૨ સંતાને માતા પિતાનું છત્ર ગુમાવતા પરિવારજનોમાં શોક

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૬: જૂનાગઢના મધુરમના શીતલ નગરમાં પતિએ ગળાફાંસો ખાધાના બીજા દિવસે પત્‍નીએ ગળાફાંસો ખાઈ મોતને મીઠું કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્‍યું હતું.

જુનાગઢ શહેરના મધુરમ વિસ્‍તારમાં આવેલ શીતલનગરમાં રહેતા ૪૨ વર્ષીય સતિષભાઈ લાલજીભાઈ પરમાર નામના યુવાને ગત તા. ૨૩ ડિસેમ્‍બરના રોજ સવારે ૬:૧૫ વાગ્‍યે ગળાફાંસો ખાઈ લેતા સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કર્યા હતા.

આ ઘટના અંગે પોલીસે મળતક યુવકના ૩૯ વર્ષીય પત્‍ની ગીતાબેનનુ નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી હતી.

પતિના આપઘાતના બીજા દિવસે એટલે કે ગઈકાલે વહેલી સવારના ૫ વાગ્‍યે ગીતાબેનએ પણ પોતાના ઘરે પતિની પાછળ ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લીધું હતું. આ અંગેની જાણ થતાં સી ડિવિઝન પોલીસે દોડી જઇ મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી જીગ્નેશભાઈ પ્રાગજીભાઈ રાઠોડનું નિવેદન નોંધણી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દંપતીના આપઘાતથી બે સંતાને એક સાથે માતા અને પિતાનું છત્ર ગુમાવતા પરિવારજનોમાં ગમગીની સાથે અરેરાટી વ્‍યાપી ગઇ હતી.  દંપતીના આત્‍મઘાતી પગલા પાછળનું કારણ બહાર નહિ આવતા પીએસઆઇ એચ. બી. ચૌહાણએ વધુ તપાસ હાથ ધરી હતી.

(11:00 AM IST)