તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd December 2024
મોરબીમાં કિર્તીદાન ગઢવી અને રાજભાની જમાવટ : ડાયરામાં લોકકલાકારો પર થયો લાખો રૂપિયાનો વરસાદ: જુઓ વિડિઓ
મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 'નંદીઘર'ના લાભાર્થે લોકડાયરાનું આયોજન: રવાપર રોડ પર આવેલ રામેશ્વર ફાર્મ ખાતે ભવ્ય લોકડાયરો યોજાયો :એક જ રાતમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રને 60 લાખ રૂપિયાનું દાન મળી ગયું

મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 'નંદીઘર'ના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતના જાણીતા લોકકલાકાર કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવી સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી. આજે એક જ દિવસમાં સંસ્થાને 60 લાખ રૂપિયાની માતબર રકમનું દાન મળ્યું હતુ.
છેલ્લા કેટલાક વર્ષોથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પશુ-પક્ષીની સારવાર સહિતની સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે. જીવદયા કેન્દ્રની ટીમ દ્વારા રસ્તે રખડતા નંદીઓ માટે ભવ્ય 'નંદીઘર' બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે 'નંદીઘર' બનાવવા માટે ભંડોળ ઉભું કરવાના હેતુથી શનિવારની રાતે રવાપર રોડ પર આવેલ રામેશ્વર ફાર્મ ખાતે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. જેનો વીડિયો ઈન્સ્ટાયુઝર્સ (@unitedyouthjivdayagroupmorbi) દ્વારા શેર કરવામાં આવ્યો છે.
જેમાં ગુજરાતના કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી અને મિલન પટેલ જેવા જાણીતા કલાકારોએ જમાવટ કરી હતી. મોરબીના દાતાઓ દ્વારા આ કલાકારો પર 20 લાખ જેટલી ઘોર કરવામાં આવી હતી. આ સિવાય શહેરના અગ્રણી આગેવાનો તેમજ ઉદ્યોગપતિઓ દ્વારા 40 લાખ રૂપિયા સેવાકીય પ્રવૃતિ માટે લખાવ્યા હતા. આમ કુલ મળીને એક જ રાતમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રને 60 લાખ રૂપિયાનું દાન મળી ગયું હતુ.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
