<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

વેરાવળ વૃધ્‍ધાને વિશ્વાસમાં લઈ બેંક ખાતામાંથી ૧૭ લાખ ટ્રાન્‍સફર કરી લીધા

અલગ અલગ સમયે કુલ રૂપિયા ૧૭,૬૦,૦૦૦ની રકમ અન્‍ય વ્‍યકિતઓના બેંક ખાતામાં ઓનલાઇન ટ્રાન્‍સફર કરી વિશ્વાસઘાત તથા છેતરપીંડી પોલીસમાં ફરીયાદ કરતા તપાસ હાથ ધરી

વેરાવળ, તા.૧૮: (વેરાવળ હરસિધ્‍ધી સોસાયટીમાં રહેતા વિજયભાઈ મસરીભાઈ મોકરીયા એ પોલીસમાં ફરિયાદ કરતા જણાવ્‍યું હતું કે તેમના માતા કાંતાબેન નિવળત રેલવે કર્મચારી છે તેમજ કાંતાબેન પાસે રેડમી કંપનીની એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન છે. બાજુમાં રહેતા રસીકભાઈ પટેલનો દિકરો સચિન અમારીતેમજ  કળણાલ વાઘેલા બંને  દુકાને  માલસામાન લેવા માટે આવતા હોય જેથી અમો ઘરના સભ્‍યો આ બંનેને સારી રીતે ઓળખતા હોય અને તે આ મારી દુકાને અવાર નવાર દિવસના તેમજ રાત્રીના બેસવા માટે પણ આવતા હતા, અને આ બન્ને ઘણીવાર મારી માતા કો તાબેન પાસેથી તેની એન્‍ડ્રોઈડ ફોન કોઈકને કોલ કરવા માટે માંગતા હતા, અને મારી માતા તેઓને અવાર નવાર ફોન કોલ કરવા માટે આપતા હતા. ગઈ તા.૪/૧૦ ના રોજ મારે પૈસાની જરૂરીયાત હોય જેથી હુ મારી માતાને લઈ એસ.બી.આઈ. લિંક ખાને પૈસા ઉપાડયા માટે બયેલ હતા. અને ત્‍યાં મારી માતાના બેંક એકાઉન્‍ટમાંથી રૂપિયા ૧,૦૦,૦ ૦૦/નો ઉપાડ કરવા માટે સ્‍લીપ ભરીને કાઉન્‍ટર ઉપર આપતા કેસીયરે મારી માતાનુ એકાઉન્‍ટ ચેક કરીને રૂપિયા ૫૧૪૦૯- ખાતામાં બેલેન્‍સ હોવાનું જણાવેલ જેથી અમોએ રૂપિયા ૫૦,૦૦૦/- ઉપાડી અને મારી માતાના બેંક બેલેન્‍સ ચેક કરાવતા ખાતામાં રૂપિયા ૧૪૦૯/- હોવાનું જણાવેલ  બેંક એકાઉન્‍ટનુ છેલ્લા એક વર્ષનું સ્‍ટેટમેન્‍ટ કઢાવીને જોતા જેમા તા.૦૪/૦૧/૨૦૨૪ થી તા.૦૭/૦૯/૨૦૨૪ સુધીમા મારી માતાના મોબાઇલ નંબરના યુપીઆઈ ટ્રાન્‍સફરથી અલગ અલગ એકાઉન્‍ટમાં અંદાજે કુલ રૂપિયા ૧૭,૪૦,૦૦૦/ ટ્રાન્‍સફર થયેલા હોવાનું જણાયેલ આ બાબતે મે મારી માતા કાન્‍તાબેનને પુંછતા  બાજુમા રહેતા સચીન રસીકભાઈ પટેલ  અને કુણાબ વાઘેલા મારી પાસેથી મારો મોબાઈલ ફોન કોલ કરવા માટે અવાર નવાર લઈ જતા હતા. આ સચિન તથા કળણાલે પેટીએમ એપલીકેશન ડાઉનલોડ કરી મોઅબાઇલ દ્વારા કંટાબેનના ખાતામાંથી  સ્‍ટેટમેન્‍ટમાં અંદાજે કુલ રૂપિયા ૧૭,૬૦,૦૦૦/- (સત્તર લાખ સાઠ હજાર પુરા) યુપીઆઈ દ્રારા અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્‍સફર કરી લીધા હતા.  આ બાબતે પૂછતા  સચીન પટેલએ કબૂલાત આપી તેમના ભાઈ ધવલભાઈ રસીકભાઈ પટેલના નામના બેંક ઓફ બરોડા શા ખાના પાંચ ચેક આપેલા જેમાં ચારે ચેક કોશ તેમજ એક ચેક રૂપિયા ૩,૦૦,૦૦૦/ નો ભરીને તમામ પૈકી સહીવાળા મને આવેલા પરંતુ આજદીન સુધી અમારા રૂપિયા ન મળતા બન્નેવિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 પૈસાની લેતી દેતી બાબતે ચાર લોકોએ હુમલો કરતા ઇજા

વેરાવળ મસ્‍તાના કોલોનીમાં રફીકભાઇ સતારભાઈ ચૌહાણ જાતે પટણી ઉ.વ.૩૦ આજથી એકાદ મહિના પહેલા આ સકુભાઈ અબ્‍દુલભાઈ તાઇ મીત્ર હોવાના કારણે તેઓને રૂપિયા દશ હજારની જરૂરીયાત હોવાથી મારી પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધેલ હતા અને એકાદ મહિનામાં પરત આપી દેવાનું નક્કી થયેલ હતુ અને આજરોજ તા.૧૭/૧૨/૨૦૨૪ના રાત્રીના આશરે બારેક વાગ્‍યાના સુ મારે વેરાવળ રેલ્‍વે રોટેશન પાસે રોડ ઉપર આવેલ ઈંડાની લારી ખાતે અસ્‍પાક હનીફ પંજા રહે. વૈશવળ ગરીબ નવાઝ કોલોની વાળાઓની સાથે જવા સારૂ નીકળેલ અને વેરાવળ ૮૦ ફૂટ રેલવે ફાટક રોડ ખાતે પહોંચેલ આ વખતે યાકુબ કાળાનો ફોન આવેલ અને જણાવેલ કે તારે સકુભાઈ પાસેથી રૂપિયા દશ હજાર લેવાના છે અને જોતા હોય તો તુ સકુભાઈ ના ઘરે આવી જા જેથી અસ્‍પાક મિસ્‍કીન કોલોની ખાતે સકુભાઈ તાઈ ના ઘરે મુકી જતો રહેલ હતો અને આ વખતે સકુ અબ્‍દુલ તાઈ તથા યાકુબ કાળા તથા હુસેન કાળા તથા અનવર અબ્‍દુલ તાઇ તારા દશ હજાર નહિ મળે તેમ જણાવી ભુંડી ગાળો આપી યાકુબ કાળા તેના હાથમાં રહેલ તલવારનો એક પા મારા માથા ઉપર મારતા મારા માથાની પાછળના ભાગે લાગતા લોહી નીકળતા હુ રોડ ઉપર પડી ગયેલ અને સકુ અબ્‍દુલ તાઇ ના હાથમાં રહેલ છરીનો એક ઘા માથાની પાછળ ગરદનના ભાગે મારતા લોહી નીકળવા લાગેલ અને હુશેન કાળા ના હાથમાં લાકડાનો ધોક્કો હોય જેઓએ મને શરીરે આડેધડ મારતા મુઢ ઇજાઓ કરી ચારેય જણા ત્‍યાંથી જતા રહેલ હતા અને આ વખતે કોઇએ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને ફોન કરી બોલાવતા ૧૦૮ એમ્‍બ્‍યુલ ન્‍સ આવી જતા તેમાં મિત્ર સોહિલ મુસ્‍તાક કુરેશી રહે, વેરાવળ વાળો લઇ અત્રે અહી વેરાવળ સરકારી હોસ્‍પિટ લ ખાતે સારવારમાં લાવી દાખલ કરેલ હતો.જ્‍યાંથી ચારેય વિરુદ્ધ પોલીસ માં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:31 PM IST)