તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 18th December 2024
વીરપુર નજીક કારમાં આગ લાગી
ફરેળા ગામના રમેશભાઇ જોગીયા પરિવારના બે સભ્યો સાથે રાજકોટથી પોતાના ઘરે જતી વખતે બનાવઃ આગ વાયરીંગમાં શોટસર્કિટ થવાના લીધે લાગી હોવાનું તારણ

વીરપુર, તા., ૧૮: રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને અંદર બેઠેલા ત્રણ મુસાફરો અગમચેતી વાપરી બહાર નીકળી જતાં તમામનો બચાવ થયો હતો. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગીર ગઢડા પાસેના ફરેળા ગામના રમેશભાઈ જોગીયા તેમના પરિવારના અન્ય બે વ્યક્તિઓ સાથે જીજે -01 KD 1847 નંબરની હુંડાઈ આઈ ટેન કાર લઈને રાજકોટ દવાખાનાનું કામકાજ પતાવી પરત જતા હતા ત્યારે વીરપુર હાઇવે પર આવેલ ગુજરાત ગેસના સીએનજી પંપે ગેસ પુરાવીને હાઈવ પર જતાં હતાં ત્યારે રવિ હોટેલ પાસે ઓવરબ્રિજ ઉપર પહોંચતા કારમાં અચાનક ઇન્જીનમાં ધુમાળો નીકળતા રમેશભાઈ જોગીયાએ કાર ઉભી રાખી કારનું બોનટ ખોલતા ઇન્જીન પાસે આગ લાગી હતી રમેશભાઈ એ સમય સુચકતાથી કારમાં બેસેલા તેમના પરિવારજનો ને કાર માંથી ઉતારી દીધા હતા ત્યાંજ કારમાં એકાએક વધારે આગ ફાટી નીકળતા કાર સળગી ઉઠી હતી,કાર મા આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ વીરપુર પોલીસનો કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો,કારમાં આગ લાગતા જ કાર ચાલકે જેતપુર ફાયર વિભાગને જાણ કરી હતી પરંતુ જેતપુર ફાયર વિભાગના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી બાદમાં જેતપુર ફાયર વિભાગના ફાયર ફાઇટર દ્વારા સંપૂર્ણ બળેલી કાર પર પાણીનો મારો ચલાવ્યો હતો. આગની ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો જેને ક્લિયર કરવા વીરપુર પોલીસના પીઆઇ એસ.જી.રાઠોડ સહિતના પોલીસ જવાનોએ હાઇવે પર ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.
ગીર ગઢડા પાસેના ફરેળા ગામના રમેશભાઈ જોગીયા રાજકોટ થી પોતાના ગામ પરત જતા હતા ત્યારે વીરપુર પાસે કારમાં આગ લાગતા જ કાર રોકીને કારનું બોનટ ખોલીને જોતા કારના ઇન્જીન પાસે આગ લાગવાની હજુ શરૂઆત જ થઈ હતી રમેશભાઈએ બાજુમાં આવેલ ગુજરાત ગેસના સીએનજી પંપે જઈને અગ્નિશામક બોટલની માંગ કરી પરંતુ સીએનજી ગેસ પંપના માલિકે અમારે પણ ફાયર સેફ્ટીના સાધનો નથી એમ ચોખી ના ભણી દીધી હતી ત્યારે રમેશભાઈ એ જણાવ્યું હતું કે જો સીએનજી ગેસ પંપના માલિકે અગ્નિશામક બોટલ આપી હોત અથવા તો કોઈ અન્ય મદદ કરી હોત તો તેમની કાર સળગતા બચી ગઈ હોત પરંતુ તેમને કોઈ સમયસર મદદ મળી નહિ અને ફાયર વિભાગ પણ કાર સંપુર્ણ બળીને ખાખ થઈ ગઈ ત્યારે પહોંચ્યું હોવાના આક્ષેપો કર્યા હતા આ ઘટના બાબતે વીરપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(તસવીરઃ- કિશનસિંહ મોરબીયા- વીરપુર)
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
