<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

જુનાગઢ નોબલ યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો

(વિનુ જોશી દ્રારા) તા.૧૮ જુનાગઢની ખ્‍યાતનામ નોબલ યુનિવર્સિટી ખાતે  પ્રથમ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઐતિહાસિક પ્રસંગે યુનિવર્સિટી દ્વારા MBA, MCA,DMLT,M.Pharm, M.Com, Msc, M.Tech સહિત વિવિધ વિદ્યાશાખા ના ૩૬૪ અનુતાાતક વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવેલ હતી.

વર્ષ ૨૦૦૭ માં સ્‍થાપિત નોબલ ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટિટયૂશનને વર્ષ ૨૦૨૨ માં ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સીટી નો દરજ્જો મળ્‍યા પછીનો આ પ્રથમ પદવીદાન સમારોહ નું આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમ દરમિયાન અભ્‍યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ૧૧ વિદ્યાર્થીઓને ગોલ્‍ડ મેડલ થી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. તેમજ આ વિશેષ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.એમ.એન. પટેલ સાહેબ તેમજ નોબલ યુનિવર્સિટીના પ્રમુખશ્રી નિલેશભાઈ ધુલેશિયા અધ્‍યક્ષ પદે હાજરી આપી હતી.

સાથે યુનિવર્સિટીના ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્‍ટી વી. પી. ત્રિવેદી, કો મેનેજિંગ ટ્રસ્‍ટી  કે.ડી. પંડયા અને કુલપતિ ડો.એચ.એન.ખેર આ સમહરોને ગૌરવ્‍યૂ હતું અને વિદ્યાર્થીઓ નાં ઉજવળ ભવિષ્‍ય માટે શુભકામનાં પાઠવવા માં આવી હતી. તેમ રજિસ્‍ટ્રાર અને ડીન ડો. જય તલાટી ની યાદી માં જણાવ્‍યું છે.

(10:03 AM IST)