તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th December 2024
વંથલી પંથકમાંથી સગીરાનું અપહરણ દુષ્કર્મના કેસમાં ૩ શખ્સોની ધરપકડ
વંથલી પોલીસની ટીમે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી દબોચી લીધા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૭: વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીર વયની બાળકીનું અપહરણ તથા બળાત્કારના ગુન્હાના આરોપીઓને મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર રાજયમાંથી ગણતરીની કલાકોમાં પકડી વંથલી પોલીસે ઝડપી લીધા છે.
રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાજડીયા તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા આધારે જુનાગઢ ગ્રામ્ય ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક નિકિતા શિરોયાના માર્ગદર્શન હેઠળ કુમારીયા બઠડા બારેલા આદીવાસી રહે. મૌરાની ગામ તા.જી. બડવાની મધ્યપ્રદેશ, તાતીયા બઠડા બારેલા આદીવાસી રહે. મૌરાની ગામ તા. જી.બડવાની મધ્યપ્રદેશ તથા ઇકા સરપીયા બારેલા આદીવાસી રહે. મેણીમાતા ગામ તા.જી. બડવાની મધ્યપ્રદેશને ઝડપી લીધેલ છે.
આ કામગીરી વંથલી પોલીસ સ્ટેશનની ટીમના પો. ઇન્સ. આર.કે. પરમાર, પો. સબ ઇન્સ. આર.વી. આહીર, એ.એસ.આઇ. એન.આર. વાઢેર, પો. હેડ કોન્સ. વી.કે. રાઠોડ, પો. કોન્સ. દિનેશભાઇ આર. સીસોદીયા, પો. કોન્સ. માનસિંહભાઇ એન. ગાંગણા, પો. કોન્સ. વિક્રસિંહ જે. જુજીયા, પો.કોન્સ. પ્રવિણભાઇ વી. સિંધલ, પો. કોન્સ. મિલનભાઇ આર. વાળા, પો. કોન્સ. સંજયભાઇ એમ. સીસોદીયા, પો. કોન્સ. જીતેન્દ્રભાઇ ડી. કાથળ, પો. કોન્સ. મુળુભાઇ જે. વાંદા એ કરી છે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
