તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th December 2024
માણાવદરના કોઠારીયા ગામના મહિલાનો સેલફોસના ટીકડા પી આપઘાત
ભૂલથી ઝેરી ટીકડા ખાઈ ર્ીજતા છેલણકા ગામના વૃદ્ધનું મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭: માણાવદરના કોઠારીયા ગામના મહિલાએ સેલફોસના ટીકડા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
માણાવદર તાલુકાના કોઠારીયા ગામે રહેતા ભૂમિકાબેન હિતેનભાઈ ગરેજા નામના ૩૦ વર્ષના મહિલાએ પોતાના ઘરે બાથરૃમમાં કોઇ પણ અગમ્ય કારણોસર સેલફોસના ટીકડા પી જતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગે પોલીસે મહિલાના પતિનું નિવેદન લઇ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ઝેરી ટીકડા ખાતા મોત
વિસાવદર તાલુકાના છેલણકા ગામે ખેત મજૂરી કામ કરતા રાજસ્થાનના ૬૫ વર્ષના પ્રભુભાઇ થાવરાભાઇ ગરસીયા નામના વૃદ્ધને છેલ્લા દસ બાર દિવસથી માથુ દુઃખતુ હોય અને દુખાવાંની ગોળીઓ ખાતા હોય જેથી ભુલથી માંથાની ગોળીને બદલે ઝેરી દવાના ટીકડા ખાઇ જતાં મૃત્યુ થતાં વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
