News of Thursday, 5th December 2024
.... અને જામનગર એરપોર્ટ ઉપરથી પોલીસ સહિતની ટીમે 20 મિનિટમાં જ બોમ્બ જેવો પદાર્થ શોધી કાઢ્યો : અંતે મોકડ્રીલ હોવાનું ખુલ્યું
સમગ્ર એરપોર્ટને તાત્કાલિક ખાલી કરાવી ચેકિંગ કાર્યવાહી હાથ ધરાઈ : પોલીસ, બોમ્બ ડિઝપોઝલ સ્કોવોર્ડ, ફાયર બ્રિગેડ અને એરપોર્ટના સ્ટાફે સંયુક્ત કવાયત હાથ ધરી'તી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫ :જામનગરના એરપોર્ટમાં મોકડ્રીલ કરવામાં આવી હતી
એરપોર્ટ પર બોમ્બ હોવાની માહિતી જાહેર કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો.સમગ્ર એરપોર્ટને તાત્કાલિક ખાલી કરાવી ચેકિંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી.પોલીસ, બોમ્બ ડિઝપોઝલ સ્કોવોર્ડ, ફાયર બ્રિગેડ અને એરપોર્ટના સ્ટાફે સંયુક્ત કવાયત હાથ ધરી હતી.20 મિનિટમાં જ બોમ્બ જેવો પદાર્થ શોધી કાઢવામાં આવ્યો હતો.45 મિનિટના અંતે સમગ્ર કવાયત મોકડ્રીલ જાહેર કરાઈ હતી. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
