News of Thursday, 5th December 2024
ધોરાજીના નાની પરબડી ગામ ખાતે દલિત યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો : મૃતકના મિત્ર એ જ ખૂન કર્યું'તું
12 કલાકની જહેમત બાદ આરોપીની સગડ મળી ' કોઈ કારણોસર બોલાચાલી થતા મિત્રને પ્લાસ્ટિકની દોરીથી ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો હતો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૫ : ધોરાજીના નાની પરબડી ગામ ખાતે દલિત યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે.
ધોરાજી ખાતે જેતપુરના ડેપ્યુટી એસપી રોહિત ડોડીયા એ પ્રેસ કોન્ફરન્સ યોજીને ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ ખાતે દલિત યુવાનની હત્યા બાબતે ભેદ ખોલ્યો હતો તેઓએ જણાવેલ કે બુધવારે વહેલી સવારે નાની પરબડી ગામ સુરાપુરા ની ડેરી પાસે દલિત યુવાનની લાશ મળી હતી જે લાસ્ટ મળતા તેમની તપાસ રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ની સૂચનાથી કરવામાં આવી હતી આ સમયે ગોંડલના ડેપ્યુટી એસપી કિશોરસિંહ ઝાલા તેમજ રાજકોટ એલસીબી પોલીસ ટીમ ધોરાજી દોડી આવી હતી અને જેના માટે ભરી તપાસ હાથ ધરી હતી 12 કલાકની જહેમત બાદ આરોપીની સગડ મળી હતી અને મરણ જનાર વિમલ સાગઠીયા નો મિત્ર હતો જે તેમની સાથે મોડી રાત સુધી ભેગો હતો અને કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થતા મિત્રને પ્લાસ્ટિકની દોરીથી ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો હતો જે ભેદ ખુલતા આરોપીને ઝડપી લીધો હતો
આરોપી સગીરવયનો હોય 18 વર્ષમાં ત્રણ દિવસ ઘટતા હતા એટલે સગીર વયના નિયમ પ્રમાણે પોલીસે ધરપકડ કરી
સગીરવઈ નો આરોપી હોવાના કારણે આરોપીને મીડિયા સમક્ષ તેમજ નામ પોલીસે જાહેર ન કર્યું
દલિત સમાજના 12 કલાકના આંદોલન બાદ ઘરનો જ ઘાતકી નીકળ્યો હતો.
રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ગોંડલના ડેપ્યુટી એસપી કિશોરસિંહ ઝાલા તેમજ જેતપુરના ડીવાયએસપી રોહિત ડોડીયા તેમજ રાજકોટ રૂરલ એલસીબી પોલીસની ટીમે ભેદ ખોલ્યો હતો
ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી રોહિત ડોડીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
