<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

કચ્‍છમાં ઇડી ના નામે રેડ કરી ૨૫ લાખ ની ચોરીઃ બોગસ આઇકાર્ડ સાથે મહિલા પત્રકાર સહિત ૧૨ ઝડપાયા

ગાંધીધામમાં જવેલર્સની દુકાને સર્ચ કર્યુ ભુજ, અંજાર,અમદાવાદના ૧૨ ની પૂછપરછમાં વધુ કડાકા ભડાકા થશે.

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫:  ગુજરાતમાં નકલી કોર્ટ, નકલી સરકારી ઓફિસો, નકલી આઈએએસ અને આઈપીએસ સહિત અન્‍ય અધિકારીઓ ઉપરાંત નકલી સરકારી ઓર્ડરો ઝડપાયા બાદ હવે ઇડી ના નામે તોડ કરનાર નકલી ચ્‍ઝ આઈકાર્ડ સાથે ની ટીમ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પૂર્વ કચ્‍છ પોલીસે એક મહિલા, એક પત્રકાર સાથે ૧૨ આરોપીઓ ઝડપી પાડ્‍યા છે. આ અંગે પોલીસે આપેલી અખબારી યાદી અનુસાર ગત તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ આ ગુનાના આરોપીઓએ ગાંધીધામ ખાતે આવેલ રાધીકા જવેલર્સ પેઢી તથા તેમના તથા તેના ભાઈઓના રહેણાક મકાને જઈ ઈ.ડી.ના અધિકારી તરીકે ઓળખ આપી સંગઠીત ટોળકી સાથે રેઈડ દર્શાવી ફરીયાદીના મકાને રહેલ સોના-ચાંદી તથા રોકડ રકમનો મુદ્દામાલ ચેક કરી તેમાંથી સાહેદની જાણ બહાર સોનાનો મુદ્દામાલ કિ.રૂ.૨૫,૨૫,૨૨૫/- ની ચોરી કરી નાસી ગયેલ હતા. જે બનેલ બનાવ બાબતે ગાંધીધામ એ.ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે ગુ.૨.૨.૧૫૩૮/૨૦૨૪ બી.એન. એસ.કલમ-૩૦૫,૨૦૪, ૬૧(૨) (એ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

 ગુનાની ગંભીરતાને ધ્‍યાને લઈ ગુનાને તાત્‍કાલીક શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક સાગર બાગમારના સીધા સુપરવિઝનમાં તથા પ્રોબેશન IPS વિકાસ યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ એન.એન.ચુડાસમા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એલ.સી.બી. તથા એમ.ડી.ચૌધરી પોલીસ ઈન્‍સપેક્‍ટર એ'ડીવીઝન ગાંધીધામ નાઓની આગેવાનીમાં એમ.વી.જાડેજા પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર એલ.સી.બી. તથા એલ.સી.બી.સ્‍ટાફ તથા એ'ડીવીઝન પો.સ્‍ટે ની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્‍સ તથા હ્યુમન સોર્સ તથા સી.સી.ટી.વી. ફુટેજ આધારે ગુના કામે સંડોવાયેલ ઇસમોની ઓળખ મેળવી તેઓને સત્‍વરે શોધી કાઢવા અલગ અલગ ટીમો ભુજ,અમદાવાદ તથા ગાંધીધામ ખાતે રવાના કરી આ ગુના કામે સંડોવાયેલ આરોપીઓને રાઉન્‍ડઅપ કરી યુક્‍તિ પ્રયુડિત પૂર્વક તેઓની સઘન પુછપરછ કરતાં તેઓએ ગુનાને અંજામ આપેલાની કબુલાત આપેલ હોઈ જેથી આ કામે સંડોવાયેલ નકલી ઈ.ડી ના અધિકારી બનેલ તથા તેના સાગરીતો મળી નીચે મુજબના-૧૧ આરોપી તથા મહિલા આરોપી-૧ નાઓને ચોરીમાં ગયેલ મુદામાલ તથા ગુના કામે ઉપયોગમાં લીધેલ વાહનો સાથે પકડી પાડી તેઓના વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસે આરોપીઓ(૧) ભરતભાઈ શાંતીલાલ મોરવાડીયા (સોની),ઉ.વ.૪૦ રહે.મ.નં-૧૦૨,ડી.સી.-૫,આદિપુર તા.ગાંધીધામ

(૨) દેવાયત વીસુભાઈ ખાચર(કાઠી),ઉ.વ.૩૮,૨હે.મ.નં-૬૭, સાંઈનાથ સોસાયટી, મેઘપર(બો), તા.અંજાર

(૩) અબ્‍દુલસતાર ઈશાક માંજોઠી,ઉ.વ.૫૪,૨હે.મ.નં-૧૯૫, રોયલસીટી, લખુરાઈ ચાર રસ્‍તાની બાજુમાં, ભુજ-કચ્‍છ (કચ્‍છ મશાલ વીકલી ન્‍યુઝના પત્રકા૨ તથા વ્‍હીલચેર ક્રિકેટ એશોસીયેશન ગુજરાત ના ડાયરેકટર)(૪) હિતેષભાઈ ચત્રભુજ ઠ૬૬૨,ઉ.વ.૪૯, ૨હે.ફ્‌લેટ નં-૬, ઘનશ્‍યામ સીટી એપાર્ટમેન્‍ટ,પારેશ્વર ચોક,ડબીરબાગની સામે,ભુજ-કચ્‍છ

(૫)વિનોદ ૨મેશભાઈ ચુડાસમા(મોચી),ઉ.વ.૪૬, રહે.મ.નં-૧૫૭,સિધ્‍ધી વિનાયકનગર, સરકારી વસાહત, ઙ્કમુખસ્‍વામી નગર,ભુજ-કચ્‍છ

(૬)ઈયુઝીન અગસ્‍ટીન ડેવીડ (કિヘુન),ઉ.વ.૬૩,૨હે.મ.નં-૧૨૨,મારૂતીનગર,મોઘપર(બો) તા.અંજાર

(૭)આશિષ રાજેશભાઈ મિશ્રા, ઉ.વ.૩૧,રહે.૩૧,ડી-૯૦૧, સા૨ન્‍સ એમ્‍બીયન્‍સ, ડો.જીવરાજ મહેતા હોસ્‍પિટલની સામે, અમદાવાદ

(૮)ચન્‍દ્રરાજ મોહનભાઈ નાયર,ઉ.વ.૪૬, ૨હે.ઈ-૫૦૧,યશ એવન્‍યુ, આઈ.ઓ.સી. રોડ,ચાંદખેડાઅમદાવાદ

(૯) અજય જગન્નાથ દુબે,ઉ.વ.૨૭, ૨હે. ૪૭૩-એ,ન્‍યુ રેલ્‍વે કોલોની, સાબરમતી અમદાવાદ

(૧૦)અમિત કિશોરભાઈ મહેતા,ઉ.વ.૪૫, ૨હે.ઈ-૩૦૧,યશ એવન્‍યુ, આઈ.ઓ.સી.રોડ, ચાંદખેડા,અમદાવાદ

(૧૧) શૈલેન્‍દ્ર અનિલકુમાર દેસાઈ, ઉ.વ.૪૩, ૨હે.એ-ઠ,રેવતી ટાવર, ૨ામદેવનગર, અમદાવાદ

(૧૨)નિશા વા/ઓ અમિત કિશોરભાઈ મહેતા,ઉ.વ.૪૨,૨હે.ઈ-૩૦૧,યશ એવન્‍યુ, આઈ.ઓ.સી.રોડ, ચાંદખેડા,અમદાવાદની ધરપકડ કરી છે.

(૧) વિપીન શર્મા રહે.અમદાવાદ

ની શોધખોળ હાથધરી છે.

પોલીસે (૧) સોનાનું બિસ્‍કીટ વજન-૧૦૦ ગ્રામ કિ.રૂ.૭,૮૦,૦૦૦/૦૦, (૨) સોનાના લેડીઝ બ્રેસલેટ નંગ-૬ વજન-૧૨૯.૯૬ ગ્રામ કિ.રૂ.૧૪,૪૭,૬૦૯/૦૦, (૩) ઈ.ડી.નુ નકલી આઈકાર્ડ કિ.રૂ. ૦૦/૦૦, (૪) મોબાઈલ ફોન નંગ-૧૩ કિ.રૂ.૨,૫૫,૦૦૦/૦૦, ગુના કામે ઉપયોગમાં લીધેલ વાહનો (૧) મહિન્‍દ્રા XUV500 2.No-GJ-01-RL-8025 D.3.7,50,000/00 (૨) મહિન્‍દ્રા બોલેરો નીયો રજી.નં- GJ-12-FB-5251 ìÀ.w.8,00,000/00 (૩) રેનોલ્‍ડ ડસ્‍ટર રજી.નં- GJ-12-BR-8081 ìÀ.w.5,00,000/00 (૨) હોન્‍ડા એકટીવા રજી.નં- GJ-12-DD-3776 ìÀ.w.50,000/00 કુલ મુદ્દામાલ કિ.રૂ. ૪૫,૮૨,૬૦૯/-નો મુદામાલ જપ્ત કરેલ છે.

આરોપીઓનો ગુનાહિત ઈતીહાસ જોઇએ તો (૧) અબ્‍દુલસતાર ઈશાક માંજોઠી,ઉ.વ.૫૪,૨હે.મ.નં-૧૯૫,રોયલસીટી,લખુરાઈ ચાર રસ્‍તાની બાજુમાં,ભુજ-કચ્‍છ મજકુર આરોપી વિરુધ્‍ધ અગાઉ જામનગર જીલ્લાનાં પંચકોશી પોલીસ સ્‍ટેશનમાં ખંડણી સાથે ખુનનો ગુનો તથા ભુજ સીટી પોલીસ સ્‍ટેશનમાં ખુનની કોશિષનો ગુનો દાખલ થયેલ છે.

આરોપી ભરત મોરવાડીયાએ તેના મિત્ર દેવાયત ખાચરને રાધીકા જવેલર્સમાં અગાઉ પાંચ-છ વર્ષ પહેલા આઇટીની રેઇડ પડેલ અને ત્‍યાં પુષ્‍કળ પ્રમાણમાં સોના- ચાંદી તથા રોકડ રકમ મળેલ હતી તેવી માહિતી આપી હાલમાં પણ રાધિકા જવેલર્સના માલીક પાસે ૧૦૦ કરોડ થી વધારે પ્રમાણમાં મિલકતો હોવા અંગેની માહિતી આપી જે માહિતી આરોપી દેવાયત ખાચરએ તેના મિત્ર અબ્‍દુલસતાર માંજોઠીને આપેલ અને અબ્‍દુલસતાર માંજોઠીએ આમાહિતી તેના મળતીયા હિતેષ ઠકકર તથા વિનોદ ચુડાસમા નાઓને ભુજ ખાતે મળી સમજાવી ઈ.ડી.ની રેઇડ કરવાની પ્‍લાનીંગ કરી ત્‍યારબાદ દેવાયત ખાચર,અબ્‍દુલસતાર માંજોઠી,હિતેષ ઠકકર ,વિનોદ ચુડાસમા સાથે બનાવના પંદરેક દિવસ અગાઉ સાંજના સમયે આદિપુર બસ સ્‍ટેશન સામે આવેલ રજવાડી ચા ની હોટલ ખાતે મુલાકાત કરી નકલી રેઈડ કરવા માટે પ્‍લાન બનાવી આ પ્‍લાનને સફળ બનાવવા માટે વિનોદ ચુડાસમાએ અમદાવાદના આશિષ મિશ્રાનો સંપર્ક કરી તેને રેઇડ કરવા માટે ટીપ્‍સ આપી તે ટીપ્‍સ પર કામ કરવા માટે આશિષ મિશ્રાએ તેના શેઠ ચંદ્રરાજ નાયર સાથે મળી તેની સાથે કામ ક૨તા અજય દુબે, અમિત મહેતા,નિશા મહેતા તથા વિપીન શર્મા નાઓએ સાથે મળી ઈ.ડી.ના નકલી અધિકારી તરીકે અમદાવાદ ખાતે ડીવીઝન રેલ મેનેજર (DRM) ની ઓફીસમાં ટ્રાન્‍સલેટર તરીકે નોકરી કરતા શૈલેન્‍દ્ર દેસાઈ ને સાથે રાખી રેઈડ ક૨વાની જગ્‍યા તેમજ તેના મકાને રેઈડ દરમ્‍યાન મહિલાઓ હોવાનુ જણાવી ઈ.ડી. ના અધિકારી તરીકેનો પહેરવેશ જેમા ત્રણ વ્‍યક્‍તિઓએ શુટ પહે૨વાનો નક્કી કરી તેમજ મહિલાઓને સર્ચ કરવા માટે મહિલા નિશા મહેતા ને પણ સાથે રાખી અમદાવાદ રહેતા આરોપીઓ અલગ અલગ બે વાહનથી ગાંધીધામ ખાતે આવી સ્‍થાનિક આરોપીઓને ગાંધીધામ બસ સ્‍ટેશનની નજીક મળી અલગ અલગ વાહનોમાં બેસી ફરીયાદીની રાધિકા જવેલર્સ પર જઈ આરોપી શૈલેન્‍દ્ર દેસાઈએ ઈ.ડી.ના અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી તેણે બનાવટી Enforcement Directorate (ED) ના અધિકારી અંકિત તિવારીના નામની નકલી આઈ.કાર્ડ બતાવી રાધિકા જવેલર્સ ખાતે ખોટી રેઈડ દર્શાવી ત્‍યાર બાદ તેના મકાન પ૨ તથા તેમના ભાઈઓના મકાન પર વધુ તપાસ ક૨વાનો ઢોંગ કરી તેના મકાને જઈ ઈ.ડી.ના અધિકારી તરીકે ઓળખ આપી મકાનમાં સર્ચ કરી ફરીયાદીનાં મકાનમાં રહેલ સોનાના દાગીના તથા રોકડ રકમ અલગ તારવી સાહેદની નજર ચુકવી આરોપી નિશા મહેતાએ સોનાના દાગીના માંથી કેટલાક દાગીનાની ચોરી કરી ગુનાને અંજામ આપેલ.

આ કામગીરી એન.એન.ચુડાસમા, પોલીસ ઇન્‍સપેકટર એલસીબી પુર્વ કચ્‍છ ગાંધીધામ, એમ.ડી.ચૌધરી,પોલીસ ઈન્‍સપેક્‍ટર એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન, એમ.વી.જાડેજા, પોલીસ સબ ઇન્‍સપેકટર એલસીબી પુર્વ કચ્‍છ ગાંધીધામ, એમ.એચ.જાડેજા, પોલીસ સબ ઇન્‍સપેકટર એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન, એસ.વી.ડાંગર, પોલીસ સબ ઇન્‍સપેકટર એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન એલ.સી.બી કર્મચારી એ ડીવીઝન પો.સ્‍ટે. કર્મચારી વિગેરે જોડાયા હતા. (તસ્‍વીરોઃ મુકેશ રાજગોર, રાપર)

(3:27 PM IST)