<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

જુનાગઢમાં ઠગાઇ કરનાર રાજકોટનો શખ્‍સ ઝડપાયો

લગ્નમાં પહેરવાનું કહી સોનાનો ચેન લઇ જઇ ફાયનાન્‍સ કંપનીમાં ગિરવે મુકી દીધેલ

જુનાગઢ, તા., પઃ કલમ ૩૧૬ (૨), ૩૧૮ (૪),૩૫૧(૩) મુજબનો ગુન્‍હો તા.૦૧/૧૨/૨૦૨૪ ના રોજ રજી. થયેલ જેમાં ફરીયાદીનો સોનાનો ચેઇન આશરે ૧૫ તોલા વજનનો જેની કીમત આશરે ૯,૫૦,૦૦૦/-(નવ લાખ પચાસ હજાર) નો ગણી શકાય તે સોનાનો ચેન ફરીયાદી પાસેથી લગ્નમા પહેરવાનું કહી લઇ જઇ ત્‍યારબાદ સોનાનો ચેઇન આરોપીએ રાજકોટ મુથુટ ફાયનાન્‍સમા ગીરવે મુકી ફરીયાદીને સોનાનો ચેન પરત નહી આપી ફરીયાદી સાથે ઠગાઇ કરી નાશી ગયેલ હોવાનો બનાવ બનેલ હતો.

જેથી એ.ડીવી.પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. બી.બી.કોળી સા.એ સદરહુ ગુન્‍હા બાબતે તુરંત જ ગુન્‍હા નિવારણ પો.સ્‍ટાફના માણસોને ગુન્‍હાના આરોપીને શોધી કાઢવા તાત્‍કાલીક કાર્યવાહી કરવા સુચના કરતા ગુન્‍હા નિવારણ સ્‍કોડના પો.સબ.ઈન્‍સ વાય.એન.સોલંકી તથા પો.સ્‍ટાફના માણસો પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્‍યાન પો.કોન્‍સ જીગ્નેશભાઇ મધુસુદનભાઈ પો.કોન્‍સ સાજીદખાન યુસુફખાન તથા પો.કોન્‍સ નીલેશભાઇ સરમણભાઇ નાઓને તપાસ કરાવતા આ કામે સંડોવાયેલ  (૧) ફીરોઝ ઉર્ફે લાલો કાસમભાઇ હાલા (રહે. હાલ રાજકોટ) ને પકડી મુદામાલ મેળવવા તજવીજ હાથ ધરેલ છે. આ કામગીરી એ ડીવી.પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. બી.બી.કોળી તથા પ્રો.પો.ઇન્‍સ મીતુલ પટેલ નાઓની સુચના મુજબ પો.સબ.ઈન્‍સ વાય.એન.સોલંકી તથા પો.હેડ.કોન્‍સ ટી.બી.સિંધવ તથા પો.કોન્‍સ જીગ્નેશભાઇ શુકલ તથા સાજીદખાન બેલીમ તથા પો.કોન્‍સ.નીલેષભાઇ રાતીયા તથા પો.કોન્‍સ કલ્‍પેશભાઇ ચાવડા તથા પો કોન્‍સ વીક્રમભાઇ પરમાર તથા નરેન્‍દ્રભાઇ બાલસ તથા જુવાનભાઇ લાખણોત્રા તથા વિક્રમભાઇ છેલાણા તથા જયેશભાઇ કરમટા તથા રામભાઇ ચાવડા એ રીતેના પોલીસ સ્‍ટાફ નાઓએ સાથે રહી કરેલ છે.

(1:48 PM IST)