તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 5th December 2024
જુનાગઢના ‘‘અપના ઘર'' વૃધ્ધાશ્રમમાં યોજાયો નાટય-સંગીત કાર્યક્રમ
કૌશિક સિંઘવ નાટય ફળિયાનું સમાજ સેવા સમું સ્તુત્ય કાર્ય

રાજકોટ : જુનાગઢની ગીર તળેટીના પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આવેલ ‘‘અપના ઘર''વૃધ્ધાશ્રમમાં ‘‘કૌશિક સિંઘવ નાટય તાલીમ ફળિયું''એ વિખ્યાત કવિશ્રી યજ્ઞેશ દવેના કાવ્ય ‘વના જેતાની વાર્તાનું કૌશિક સિંધવ મો. ૭૩પ૯૩ર૬૦પ૧ રૂપાંતરીત નાટક ‘આત્મારામ મારો ઉપરવાળો' ની મનમોહક રજુઆત કરી હતી. તે સાથે શહિદોને અંજલિ તથા વતન પરસ્તી ગીતો, મોનોલોગ ક્રીનાબાની પ્રેમકી' તેમજ બાળ કલાકારના છપ્પાકરૂની મોજીલી રજુઆતથી વૃધ્ધાશ્રમના માવતરોને મોજ કરાવી દીધી હતી. આ સેવાકીય સમા કાર્યક્રમ માટે પુરસ્કાર સહાય રાજેશ ચંદ્રપ્રસાદ અને વિમલસિંહ સોલંકી તરફથી મળ્યો હતો.
જેમના હસ્તે દીપ પ્રાગટયુ થયુ તે વૃધ્ધાશ્રમના ટ્રસ્ટીશ્રી વિજયભાઇ કિકાણી, વ્યસ્થાપક દાદભાઇ વાળાએ નાટય ફળિયાને ત્યજાયેલા, ઝુપડપટ્ટીવાળા, જેલના કેદીઓ, વૃધ્ધાશ્રમના વૃધ્ધો, કિન્નરો અને ખાસ કરીને ગણિકાઓને પણ નાટયો દ્વારા મનોરંજન પીરસવાના અનેરા કાર્યને જુદા જ પ્રકારની સમાજ સેવા ગણાવી હતી.
તાલીઓના ગડગડાટથી વધાવાયેલું ઉપરોકત નાટક સંદેશ આપે છે કે દારૂણ સ્થિતિમાં પણ પ્રભુશ્રી રામ આધિન રહી, સઘર્ષ સાથે સંતોષથી જીવન જીવીએ તો કોઇ બાબતે અભાવ લાગે જ નહિ.
નાટકમાં ભાગ લેનાર કલાકાર કસબીઓ કૃણાલ અમલ, ચેતનકુમાર, નિલેષ ચૌહાણ,શ્રીધર મહેતા તથા બાળકલાકાર બ્રિજરાજ સિંઘવ તથા આ સૌ સાથે ૮૦ ની વયે પણ નાટકમાં કચડાયેલા વર્ગના વના જેતાની ભૂમિકા કૌશિક સિંઘવે પોતાના દર્શનિય અભિનયના દર્શન કરાવ્યા હતા.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
