<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

જેતપુરમાં લાંચ લેતા પકડાયેલ ટીઆરબીના જવાન સહિત બેના આજે રીમાન્‍ડ મંગાશે

મુખ્‍ય આરોપી ટ્રાફિક શાખાના હેડ કોન્‍સ. પ્રતિક દેવમુરારીની શોધખોળઃ વાહન નહિ રોકવા માટે લાંચ માંગી'તી


 

તસ્‍વીરમાં લાંચ લેતા પકડાયેલ ટીઆરબીનો જવાન અને દુકાનદાર તેમજ મુખ્‍ય આરોપી ટ્રાફિક શાખાનો હેડકો. નજરે પડે છે.(તસ્‍વીરઃ કેતન ઓઝા, જેતપુર)(૨.૧૩)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૫: જેતપુરમાં લાંચ લેતા પકડાયેલ ટ્રાફિક બ્રિગેડના જવાન સહિત બે ને આજે રીમાન્‍ડ અર્થે કોર્ટમાં રજુ કરનાર છે. જયારે ટ્રાફિક પોલીસ કર્મચારીની શોધખોળ હાથ ધરાઇ છે.

જેતપુરના કેટલાક કારખાનાઓમાં ફરીયાદી તેમના બોલેરો પીકઅપ વાહનમાં બળતણના લાકડા ભરી કારખાનાઓમાં સપ્‍લાય કરવાનું કામ કરતા હતો. જેમાં  જેતપુર સીટીમાં ટ્રાફિક શાખામાં હેડ કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રતીક દેવમુરારી તેમજ ટીઆરબી જવાન વિક્રમ ચાવડાએ બોલેરો ચાલક ફરીયાદીને દર મહીને તેનું વાહન રોકી હેરાનગતિ નહીં કરવાના તેમજ ગાડી ડીટેઇન નહીં કરવાના અવેજ પેટે જેતપુર સીટી પોલીસ સ્‍ટેશનના છેલ્લા ત્રણ મહિનાના ૩ હજાર તેમજ તાલુકા પોલીસ સ્‍ટેશનના ૫૦૦ રૂપિયા મળી કુલ ૩૫૦૦ રૂપિયા લાંચની રકમ આજ સાંજ સુધીમાં ટીઆરબી વિક્રમને આપી જવા સારું જણાવેલ.

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્‍યાન આ કામના આરોપી ટીઆરબી જવાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા ૩૫૦૦ સ્‍વીકારી તેમજ  ધોરાજી રોડ પર આવેલ રાજશક્‍તિ પાનના ગલ્લાના માલિક જતીન રાજપરાને દર મહિને આપી દેવાનું જણાવેલ તે પાનનો દુકાનદારે લાંચની રકમ સ્‍વીકારતા ઝડપાઇ ગયા હતાં. જ્‍યારે આ ફરીયાદનો મુખ્‍ય આરોપી હેડકોન્‍સ્‍ટેબલ સ્‍થળ પર હાજર મળી આવેલ નહિ.

લાંચ લેતા પકડાયેલ ટ્રાફિક બ્રિગેડના જવાન વિક્રમ ચાવડા તથા દુકાનદાર જતીન રાજપરાને આજે એસીબીએ રીમાન્‍ડ માટે કોર્ટમાં રજુ કરનાર છે. જયારે મુખ્‍ય આરોપી ટ્રાફિક શાખાના હેડ કો.પ્રતિક દેવમુરારીની શોધખોળ હાથધરાઇ છે.

(1:20 PM IST)