News of Thursday, 5th December 2024
મોરબીમાં સેલ્સમેનની હત્યા કરનાર યશપાલસિંહના આજે રીમાન્ડ મંગાશે
પોતાની નોકરી બીજાને મળતા હત્યા કર્યાની કબુલાત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૫ :.. મોરબીના વાવડી ચોકડી પાસે સેલ્સમેન યુવાનની હત્યાના કરનાર શખ્સને આજે રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાનાર છે.
મોરબી વાવડી ચોકડી પંચાસર જવાના રસ્તે છોટા હાથી ગાડીના કાચ તૂટેલ હોય અને રાજેશભાઈ કાંતિલાલ જોષી રહે પોરબંદર વાળાની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં બનાવ સ્થળના સીસીટીવી કેમેરા અને મળતક રાધિકા સેલ્સ એજન્સીના બાલાજી વેફરના હોલસેલના ફેરા કરતો હોય જેથી તે રૂટના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં અગાઉ રાધિકા સેલ્સ એજન્સીમાં જ નોકરી કરનાર ઇસમની મૂવમેન્ટ શંકાસ્પદ જણાઈ આવી હતી અને હત્યા કરનાર ઇસમ મોરબી વાવડી ચોકડીથી આગળ ઓવરબ્રિજ પાસે હોવાની બાતમી મળતા ટીમે આરોપી યશપાલસિંહ ભગીરથસિંહ જાડેજા (ઉ.વ.૩૨) રહે મોરબી નવલખી રોડ શ્રદ્ધા પાર્ક, મૂળ રહે ખાખરડા દેવભૂમિ દ્વારકા વાળાને ઝડપી લીધો હતો.
આરોપી યશપાલસિંહ અગાઉ આ જ એજન્સીમાં ડ્રાઈવર અને સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો અને તેને મેડીકલ કંડીશનને કારણે નોકરી છોડી દીધી હતી જેના સ્થાને મળતક રાજેશ જોષી નામના યુવાનને નોકરી પર રાખવામાં આવ્યો હતો અને તે યશપાલસિંહના રૂટ પર ગાડી ચલાવતા હોય જે ગમતું ના હોવાથી વાવડી ચોકડીએ વાતચીત કરવા ભેગા થયા ત્યારે બંને વચ્ચે ઝઘડો થતા યશપાલસિંહે પથ્થર વડે માથાના ભાગે ઈજા કરી હત્યા કરી હોવાનું તપાસ દરમીયાન ખુલ્યું છે. પકડાયેલ યશપાલસિંહને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાનાર છે. વધુ તપાસ એ ડીવીઝનના પી.આઇ. એચ. એ. જાડેજા ચલાવી રહ્યા છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
