તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 5th December 2024
ધોરાજીમાં ૧૦ લાખનો દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ
આરોપી ગાડી રેઢી મુકી નાસી છૂટયા

ધોરાજી, તા., પઃ ભૂખી ચોકડી પાસે થી ઈંગ્લીશ દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ હતી. ૧૦,૫૮,૦૦૦/- નો ૧૭૫૨ બોટલ ઝડપાઈ હતી.
તાલુકા પોલીસના ડી. સ્ટાફના મનીષભાઇ વરું અને સર્વેલન્સ સ્ટાફને બાતમીના આધારે ગતરોજ મોડી રાત્રે ભૂખી ચોકડી પાસે તાલુકા પોલીસે કોમ્બિંગ કરતા જામકંડોરણા તરફ જવાના રસ્તે બોલેરો ગાડી દારૂ ભરેલી જતી હોવાની વોચ રાખી બોલેરો ગાડી ઝડપી પાડી હતી જ્યારે આરોપી નાસી છૂટવામાં સફળ થયા હતા.
જેમાંથી ૧૪૬ પેટી એટલે ૧૭૫૨ બોટલ દારૂની મળી આવી હતી જેની અંદાજિત કિંમત ૧૦,૫૮,૦૦૦ અને bolero ગાડી કિંમત ૨,૫૦,૦૦૦ કુલ મળી ૧૩,૫૮,૦૦૦ નું મુદ્દામાલ તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો સમગ્ર મામલે તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.(૪.૧૯)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
