<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

તળાજા નજીક ઉંચડી ગામના યુવકની શંકાસ્‍પદ લાશ મળી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.પ :  તળાજા થી શોભાવડ તરફ જતા નેશનલ હાઇવેના પુલ પાસે એક યુવક ની લાશ પડી હોવાની માતમી ના આધારે પોલીસ સ્‍થળપર દોડી ગઈ હતી.લાશનો કબ્‍જો મેળવી મોતનું કારણ જાણવા પી.એમ ને એફ.એસ.એલ દ્વારા તપાસ ની કાર્યવાહી કરી છે.મળતક ઉંચડી ગામનો હોવાનું ખુલવા પામ્‍યું છે.

 શંકા કુશંકા ઉપજાવતા બનાવ ને લઈ તળાજા ટાઉન જમાદાર ધર્મેન્‍દ્રસિંહ વાળા એ જણાવ્‍યું હતુંકે મળતક ઉંચડી ગામનો રહેવાસી છે.માનદાસ નારણદાસ (ઉ.વ.આ.૩૦)નો હોવાનું અને તેની બોડી પાસે લોહીના ડાઘા મળી આવ્‍યા હતા.જેને કારણે શંકા સ્‍પદ મોત જણાતા ફોરેન્‍સિક ટીમ ની તપાસના કામે મદદ લેવાઈ હતી.નઝરે જોવા પરથી પગમાં ફેક્‍ચર અને ત્‍યાંથીજ લોહી નીકળ્‍યું હોવાનું સૂત્રોએ જણાવ્‍યું હતુ. મળતક આ વિસ્‍તારમાં ભિક્ષાવળત્તિ કરતો હોવાનું જાણવા મળેલ છે.

(10:52 AM IST)