News of Thursday, 5th December 2024
ભાવનગરમાં પૂ. મોરારીબાપુ હસ્તે ચારણ-ગઢવી બોડિંગનો ભૂમિપૂજન સમારોહ યોજાયો
મઢડાના પૂ. કંચનમા, બલિયાવડનાં પૂ. દેવલમાં સહિતના ઉપસ્થિત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૫: શ્રી કળષ્ણકુમારસિંહજી ચારણ વિધાલય ભાવનગર ખાતે આજરોજ બોર્ડીગમા નવા બનનાર શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજનનો કાર્યક્રમ પૂ.મોરારિબાપુ તથા પ.પૂ. કંચન મા (મઢડા), પ.પૂ. પ.પૂ. રૂપલ મા (રામપરા) પ.પૂ. દેવલ મા (બલિયાવડ) તથા પૂ. ગિરીશઆપા (મઢડા) ના વરદ હસ્તે યોજાયો હતો.પૂ.મોરારીબાપુએ તેમના આશિર્વચનમા પરમાત્મા શિવ સાથેના સહવાસનુ ચારણોનુ વર્ણન વર્ણવ્યું હતુ. ચારણો પ્રત્યેની પોતાની પ્રિતી ને દોહરાવી હતી તેમજ પૂ. સોનલમાના સમાજ ઉત્થાનના કાર્યો ને વર્ણવ્યા હતા. તેમજ તેમજ પૂ. દેવલમાએ પણ આશિર્વચન પાઠવ્યા હતા. પૂર્વ ગળહપતિ સ્વ. ધનરાજભાઈ દેવકરણભાઈ નૈયા તથા સંસ્થાના પૂર્વ પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને ગળહપતિશ્રીઓનુ સન્માન કરવામાં આવેલ હતુ. કાર્યક્રમ માં લોકગાયક કીર્તિદાન ગઢવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મહેશભાઈ ગઢવી એ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ગઢવી અને સમિતિના સભ્યો એ જહેમત ઉઠાવી હતી.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
