News of Tuesday, 3rd December 2024
ગોંડલ યાર્ડમાં સવા લાખ કટ્ટા ડુંગળીની આવકઃ મણના રૂા. ર૦૦થી રૂા. ૯૦૦ ભાવ બોલાયો
જુનાગઢ, જામનગર, પોરબંદર, અમરેલી, ગોંડલ, બોટાદ, રાજકોટ પંથના ખેડૂતો ઉમટયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩ :.. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાઈ જવા પામ્યું છે.રવિવાર રાત્રી નાં યાર્ડની બહાર બન્ને બાજુ ડુંગળીના વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી.અને રાત્રીના જ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી યાર્ડમાં ડુંગળીના વિક્રમ જનક સવા લાખ કટ્ટાની આવક નોંધાઈ છે હાલ જગ્યા ના હોવાથી આવક બંધ કરવામાં આવી છે.
હરરાજીમાં ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂ.૨૦૦/- થી રૂ.૯૦૦/- સુધીના બોલાયા હતા. ડુંગળીના સારા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી. લાલ ડુંગળી જે નાશીક થી ઓળખાતી હોય છે.તેનું મબલખ ઉત્પાદન થયુ હોય પોરબંદર, જુનાગઢ, જામનગર, અમરેલી, બોટાદ, રાજકોટ સહિત પંથક માંથી આવક થવા પામીછે. (તસવીર : ભાવેશ ભોજાણી ગોંડલ)
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
