News of Tuesday, 3rd December 2024
જસદણના સાણથલી ગામે વિધર્મી યુવક દ્વારા સગીરા ઉપર દુષ્કર્મ:આરોપીની ધરપકડ
વિધર્મી યુવક અને યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ બ્લેકમેલ કરી અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરતો હતો

વિજય વસાણી દ્વારા)આટકોટ તા.3
જસદણના તાલુકાના સાણથલી ગામે સગીરા ઉપર વિધર્મી યુવક દ્વારા સગીરા ઉપર દુષ્કર્મની ફરિયાદ આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે વીધર્મી યુવકની ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ જસદણ તાલુકાના અને આટકોટ પોલીસ સ્ટેશન તાબાના સાણથલી ગામે રહેતી સગીરાએ ગામના જ વિધર્મી યુવક સરફરાજ ભટ્ટી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી સરફરાજ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ બ્લેકમેલ કરી અને લગ્નની લાલચ આપ્યા બાદ અવાર-નવાર દુષ્કર્મ કરતો હતો.
સગીરા સરફરાજના આવા કૃત્યથી અને વારેવારે બ્લેકમેલ કરતો હોય સગીરાએ પરિવારજનોને જાણ કરતા આટકોટ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપી સરફરાજની પોલીસે તુરંત ધરપકડ કરી લીધી છે અને સંભવિત આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરશે.
સરફરાજને આ અંગે કોઈ ફંડ પૂરું પાડતું હતું કે કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્રના ભાગરૂપે સગીરાને ફસાવી છે કે કેમ તે ઉપરાંત સગીરાના ફોટા સહિતની બીજી કોઈ બાબત છે કે જેથી તે સગીરાને બ્લેકમેલ કરતો હોય તે અંગે આટકોટ પોલીસ રિમાન્ડ બાદ તપાસ કરશે આ બનાવે સાણથલી ગામમાં ભારે ચર્ચા જગાવી છે વઘુ તપાસ આટકોટ પોલીસ ચલાવે છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
