<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

પ્રજ્ઞાચક્ષુ છતા જામનગરથી નિલેશ ચાંડપા દ્રારા વાંચન પ્રેરણા કાર્ય : પૂ.મોરારીબાપુ દ્વારા સન્‍માન

જામનગર તા.૩ ડિસેમ્‍બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ..આજે જયારે વિશ્વ વિકલાંગ દિવસ છે ત્‍યારે જામનગરના દિવ્‍યાંગ નિલેશભાઇ ચાંડપા લોકોને આત્‍મ નિર્ભર બની સારી રીતે જીવન જીવવાની કળા શીખવે છે. ગીરગાયના ગોબરમાંથી બનેલી અગરબતી અને પુસ્‍તકોને લોકો સુધી પહોંચાડી નિલેશભાઇ પોતાનું ગુજરાન ચલાવે છે. સાથે સાથે લોકોને પોતાનામાંથી અનેક પ્રેરણા પણ આપે છે.તાજેતરમાં રાજકોટ ખાતે વિશ્વવિખ્‍યાત રામાયણ કથાકાર પૂ.મોરારીબાપુએ પણ નિલેશભાઇ ચાંડપાને આશીર્વાદ પાઠવ્‍યા હતા. દેશ-વિદેશ માં ખ્‍યાતિ પામેલા લેખક કવિ જય વસાવડાના નિવાસ સ્‍થાને મોરારીબાપુને જય વસવાડાએ ખાસ સાહિત્‍ય પ્રેમી એવા લોકોને સાહિત્‍ય વાંચન માટે પ્રેરણા આપતા પ્રજ્ઞાચક્ષુ યુવક એવા નિલેશભાઇ ને આશીર્વાદ આપ્‍યા હતા.(ફોટો સ્‍ટોરી : કિંજલ કારસરીયા,જામનગર)

 

(1:35 PM IST)