તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વઘઘટ
નલીયા ૧ર, જુનાગઢ ૧પ.૧ રાજકોટ ૧પ.૪, જામનગર ૧૭, અમરેલી ૧૭.૪ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા. ૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વઘધટ યથાવત છે આજે લઘુતમ તાપમાનનો પારો ઉંચો આવતા ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.
આજે સૌથી નીચુ લઘુતમ તાપમાન કચ્છના નલીયામાં ૧ર, રાજકોટ ૧પ.૪, જામનગર ૧૭, અમરેલીમાં ૧૭.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) : જૂનાગઢમાં આજે સવારે ૨.૭ ડિગ્રી તાપમાન વધતા ગુલાબી ઠંડી ગાયબ થઈ ગઈ હતી. જુનાગઢ ખાતે નવા સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે સવારે લઘુતમ તાપમાન ૧૨.૪ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે તાપમાનનો પારો ૨.૭ ડિગ્રી ઉપર ચડીને ૧૫.૧ ડિગ્રીએ સ્થિર થતા ગુલાબી ઠંડી ગાયબ થઈ ગઈ હતી.
સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫% અને પવનની પ્રતિ કલાકની ઝડપ ત્રણ કિલોમીટરની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૭, મહતમ તાપમાન ર૮.પ, ભેજનું પ્રમાણ પ૭ ટકા, પવનની ગીત પ.૬ કિ.મી. રહી હતી. (૯.ર૧)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧૮.૬ ડિગ્રી
બરોડા ૧૭.૪ ડિગ્રી
ભાવનગર ૧૮.૭ ડિગ્રી
ભુજ ૧પ.૮ ડિગ્રી
દમણ ર૧.૦ ડિગ્રી
ડીસા ૧૪.૮ ડિગ્રી
દીવ ર૦.૬ ડિગ્રી
દ્વારકા ૧૯.પ ડિગ્રી
જામનગર ૧૭.૦ ડિગ્રી
કંડલા ૧૮.પ ડિગ્રી
નલિયા ૧ર.૦ ડિગ્રી
ઓખા ર૩.૪ ડિગ્રી
પોરબંદર ૧૬.ર ડિગ્રી
રાજકોટ ૧પ.૪ ડિગ્રી
સુરત ર૧.૦ ડિગ્રી
વેરાવળ ર૧.૯ ડિગ્રી
જુનાગઢ ૧પ.૧ ડિગ્રી
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
