તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
ટંકારા તાલુકાના હડમતિયામાં ૧૦૮ દિન શ્રી પંચદેવ યજ્ઞ મહા ભગીરથ ધાર્મિક કાર્યક્રમ

(જયેશ ભટ્ટાસણા દ્વાર) ટંકારા, તા., ૩: ટંકારાના હડમતીયા ગામ નજીક પાલનપીર ની જગ્યા સામે આવેલા રાજલ ફાર્મમાં ૧૦૮ દિવસનું શ્રી પંચદેવ યજ્ઞનું મહા ભગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્ય વીરપર ગામનાં રાજલ ગ્રુપના કેશવજીભાઈ પ્રભુભાઈ વાધડીયા અને તેમના ધર્મપત્ની મંજુલાબેન તરફથી કરવામાં આવ્યું છે.
આ બાબતે વાત કરીએ તો હરિદ્વાર પાસે આવેલા ભગીરથી આશ્રમના દર્શને ગયા બાદ ત્યાં સંકલ્પ કર્યો કે શ્રી પંચદેવ મહાયજ્ઞ નું આયોજન કરવું. અને આ શ્રી પંચદેવ એટલે શ્રી ગણેશજી, રાજબાઈ માતાજી, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, અને સૂર્યનારાયણ હાલના સમયે ચાલતા યજ્ઞ દરમિયાન એક સંકલ્પ લેવાયો કે હનુમાનજી મહારાજનું પણ અનુષ્ઠાન કરવું અને તે મુજબ આ યજ્ઞ પૂરો થશે ત્યારે છ દેવોનું યજ્ઞ સહિતનું પૂજન અર્ચન થયેલું હશે.
અહીં દરરોજ રાત્રે ધૂન ભજન અને સંતવાણીનું આયોજન હોય છે. વીરપર ગામના પરિવારજનો એ સેવા યજ્ઞમાં દરેક પ્રકારની વ્યવસ્થાની જવાબદારી ઉપાડી લીધી છે. આ ભાગિરથ કાર્ય સાથે અબોલ પશુઓ પંખી માટે દરરોજ નીરણ રોટલા ખવડાવવાનું સેવા કાર્ય સતત ચાલુ છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
