તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
ઉચાપતના કેસમાં ઇડીની ટીમની ચોટીલા સબડિવિઝન પોસ્ટ ઓફિસમાં તપાસ
૨૦૧૮-૧૯માં ૧.૫૭ કરોડની ઉચાપત થઇ હતી

વઢવાણ તા.૩: ચોટીલા સબ પોસ્ટ ઓફિસમાં ગત તા ૨૨-૬-૧૮થી ૧૮-૩-૧૯ દરમિયાન પોસ્ટ વિભાગની જુદી જુદી સ્કીમોમાં નાણા રોકનાર થાપણદારોના ૮૫ ખાતાઓમાંથી રૂ.૧.૫૭ કરોડની ઉચાપત થઈ હતી. જે તે વખતે ત્યાં ફરજ બજાવતા હાલ રહે. કળપાલ બચપન એપાર્ટમેન્ટ, કલબ ૦-૭ નજીક, બોપલ, અમદાવાદ પ્રવિણભાઈ સુતર સંડીયા તથા હાલ રહે. ઘનશ્યામનગર, એસ.એમ.વી એસ, સ્વામીનારાયણ મંદિર પાછળ, ઓઢવ, અમદાવાદ અશ્વિન વરમોરાએ ૧૧૦ જેટલા ટ્રાન્ઝેક્શન દ્વારા આ ઉચાપત કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
ગત તા. ૯-૧-૨૦૨૦માં વાર્ષિક ઓડિટ રિપોર્ટની સાથે સબ ડિવિઝન પોસ્ટ ઓફિસમાં ઈન્સ્પેક્શન કરવામા આવતા આ ઉચાપત પ્રકરણનો પર્દાફાશ થયો હતો. આ અંગે પોસ્ટ વિભાગના એચ.જી. સણોલે જણાવ્યું કે, તે સમયે ઇનક્વાયરી ઓફિસર હતો બે અઢી વર્ષ પહેલા સાયલામાં ૩૫ લાખ, ચોટીલામાં ૧.૪૦ લાખ આસપાસનું ફ્રોડ કરેલ જે તે સમયે ખાતાકીય તપાસ બાદ સર્વિસમાંથી દૂર કરાયા હતા.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
