તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
લખતરની ગોળીબારની ઘટનામાં એક ઝબ્બે

વઢવાણ, તા. ૩: લખતર શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ગેસ્ટ હાઉસના રૂમમાં બેઠેલા ગેસ્ટ હાઉસના માલિક ઉપર તાલુકાનાં જ દેવળીયા ગામનાં શખસે ફાયરિંગ કર્યું હોવાનો બનાવ બન્યો છે. જેને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઇને પોલીસ વિભાગ એલર્ટ થયો છે.
લખતર ખાતે કોન્ટ્રાક્ટર અને ગેસ્ટ હાઉસ માલિક ભરતસિંહ પરમાર અને દેવળીયા ધર્મેન્દ્રસિંહ રાણા વચ્ચે ચારેક દિવસ ટેલિફોનિક બોલાચાલી અગાઉ થઈ હતી. જેને લઇને ધર્મેન્દ્રસિંહના ભાઈ અજયસિંહ રાણા અને અન્ય શખસે ભરતસિંહ ગેસ્ટ હાઉસે હતા ત્યારે રૂમમાં આવી ફાયરિંગ કર્યું હતું.
જેમાં ભરતસિંહને ઈજાઓ પહોંચી હતી. આ અંગે ભરતસિંહ દ્વારા લખતર પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રસિંહ, અજયસિંહ અને અજાણ્યા શખસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે લખતર પોલીસે ધર્મેન્દ્રસિંહ રાણાને ઝડપી પાડ્યા છે. જેઓને કોર્ટ દ્વારા ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે અન્ય ૨ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
