<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

જામનગરમાં શુભ વિવાહ પ્રસ્તાવ અંતર્ગત હાલારી, આહીરાણી રાસ યોજાયો : વૈષ્ણવ ભાઈઓ બહેનોએ હાલારી રાસમાં જોડાઈને લાભ લીધો

પૂજ્ય ગુરુદેવના આંગણે શુભ વિવાહ પ્રસ્તાવ પ્રસંગે સમગ્ર વૈષ્ણવ સમાજ સેવા તથા દર્શન પરમ આનંદ પ્રાપ્ત કરવા શુભ વિવાહ પ્રસ્તાવ સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કુરજીભાઈ મુંગરા તેમજ વજુભાઈ પાબારી દ્વારા અનુરોધ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : જામનગરમાં  પૂ. ગો. શ્રીવલ્લભરાયજી મહોદયના જયેષ્ઠ આત્મજ ચિ. પૂ. ગો. શ્રી રસાર્દ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગોની શરૂઆત પહેલા શુભ વિવાહ પ્રસ્તાવના ઉપલક્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે શુભ લગ્ન પ્રસ્તાવ સ્થળે હાલારી રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો રાસમાં જોડાયા હતા અને હાલારી રાસ કર્યો હતો. આ ઉપરાંત આહીરાણીઓએ પણ પોતાના પરંપરાગત પોશાકો પહેરીને સુંદર આહીરાણી રાસ રજૂ કર્યો હતો.આજરોજ તારીખ ૩/૧૨/૨૪ ના  શુભ વિવાહ પ્રસ્તાવ કાર્યક્રમ સ્થળ ખાતે એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, મેદાન મેહુલ નગર ટેલિફોન એક્સચેન્જ રોડ, શ્રીજી મેરેજ હોલ પાછળ, જામનગર ખાતે શુભ વિવાહ પ્રસ્તાવ કાર્યક્રમ શરૂ થશે જેમાં રાત્રે ૮ કલાકે નિશ્ચય તાંબુલ (બડી સગાઈ) યોજાશે.

પૂજ્ય ગુરુદેવના આંગણે આવેલા શુભ વિવાહ પ્રસ્તાવ પ્રસંગે સમગ્ર વૈષ્ણવ સમાજ સેવા તથા દર્શનો પરમ આનંદ પ્રાપ્ત કરવા શુભ વિવાહ પ્રસ્તાવ સમિતિ ના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કુરજીભાઈ મુંગરા તેમજ વજુભાઈ પાબારી એ વૈષ્ણવોને લાભ લેવા અનુરોધ કર્યો છે 

તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શુભવિવાહ પ્રસ્તાવનું લાઈવ પ્રસારણ યુ-ટયુબ ચેનલ પર motihavelijamnagar ફેસબુક પર શ્રી મોટી હવેલી જામનગર તથા ઈન્સ્ટાગ્રામ પર v.yuva.sangathan પરથી કરવામાં આવશે. વૈષ્ણવોના ઉતારા માટે સમિતિના મો. નં. ૯૮૨૪૨ ૯૭૨૩૨ તથા ૯૪૨૮૩ ૧૫૭૫૮ ઉપર સંપર્ક કરવો.

(11:04 AM IST)