News of Tuesday, 3rd December 2024
ધ્રાંગધ્રામાં યુવાનના ખાતામાંથી ૩૯,૦૦૦ ઓનલાઇન ઉપડી ગયા
બેંકમાંથી બોલતા હોવાનું જણાવી ઓટીપી માંગી

વઢવાણ તા. ૩ :.. ધ્રાંગધ્રામાં રહેતા યુવાનનું બેંકમાં ખાતું હતું. ત્યારે યુવાનના ખાતામાં રૂ.૫૦૦૦ જમા થયાનો મેસેજ આવ્યો હતો. બાદમાં યુવાનને બેંકમાંથી બોલું છું તેમ ફોન આવેલો કે તમારા ખાતામાં બેંક દ્વારા ડિપોઝિટ જમા કરવામાં આવી છે. ત્યારે ઓટીપી આવે છે કે ઓટીપી નંબર આપવા વિનંતી કરી હતી. આથી યુવાને ઓટોપી આપતા તેના ખાતામાંથી ૪૪૦૦૦ રૂપિયા ઉપાડી લેતા યુવાન સાથે ઠગાઈ થઇ હતી.
લોકો સાથે ઓનલાઇન ઠગવાના બનાવ વધવા લાગ્યા છે. અવનવી તરકીબ અજમાવાય છે. ત્યારે ધ્રાંગધ્રામાં રહેતાં યુવાનના મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારા ખાતામાં બેંક દ્વારા ૫.૦૦૦ની ડિપોઝિટ જમા કરવાની છે ત્યારે યુવાને વિચાર્યું કે મેં રૂ. ૫,૦૦૦ની ડિપોઝિટ કરાવી નથી ? આવી કયાંથી ? ત્યારે એટલા સમયમાં મોબાઇલમાં ફોન આવ્યો કે હું બેંકમાંથી બોલું છું અને તમને બેંક દ્વારા રૂ. ૫,૦૦૦ની ડિપોઝિટ આપવામાં આવી છે. ત્યારે તમારામાં ઓટીપી આવશે તે આપવા વિનંતી છે.
ત્યારે યુવાન દ્વારા ઓટીપી નંબર આપતા ખાતામાંથી વધુ રૂ. ૪૪,૦૦૦ ઉપાડી લેતાં યુવાનને જાણ થઇ હતી.
બેંકમાં આ અગે જાણ કરતા બેંક દ્વારા જણાવ્યું કે તમારા સાથે ઠગાઈ થઈ છે. ત્યારે યુવાન દ્વારા આ અંગે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે બેંકના પૂર્વ અધિકારી નરેશભાઈ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું કે મોબાઈલ ઉપર કોઈપણ જાતની માહિતી બેંક માંગતી નથી. કોઇએ ફોન આવે તો કોઈ માહિતી આપવી નહીં. રૂબરૂ સંપર્ક કરવો, બેંકમાં ઓટીપી કોઈને દેખાડવો કે આપવો નહીં.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
