તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી નાં ૪૪ માં ખેલકૂદ મહોત્સવમાં
સતત સાતમી વખત યુનિ. જનરલ ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરતી નંદકુવરબા મહિલા કોલેજ એથ્લેટિકસ ની સ્પર્ધામાં પણ સતત ૧૦ મી વખત ચેમ્પિયનશીપ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ એ તા. ૩૦-૧૧ અને તા. ૧-૧૨ ના રોજ યોજાયેલ ૪૪માં બે દિવસીય ખેલકૂદ મહોત્સવ સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ભાવનગર માં ભાગ લીધો હતો.
આ બે દિવસીય ખેલકૂદ મહોત્સવ માં રેસવોક(જલદ ચાલ), ૨૦૦ મી. દોડ, ૪૦૦ મી. દોડ, ૮૦૦ મી. દોડ, ૧૫૦૦ મી. દોડ, ૫૦૦૦ મી. દોડ, ૧૦,૦૦૦ મી. દોડ, ૪૦૦ મી. વિઘ્ન દોડ, ૧૦૦ મી. વિઘ્ન દોડ, ૧૧૦ મી. વિઘ્ન દોડ, ૩૦૦૦મી. ત્રિપલ ચેસ, ત્રિપલ જંપ, ઉંચી કુદ, લાંબી કુદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક જેવી રમતોમાં સમગ્ર યુનિ. માં ભાગ લીધો હતો.
જેમાં ૧૦,૦૦૦ મીટર દોડ માં કુ. જાંબુચા કાજલ મનજીભાઈ પ્રથમ, ૫૦૦૦ મીટર દોડમાં જાંબુચા કાજલ મનજીભાઈ પ્રથમ અને વાળા માનસી જુવાનભાઈ બીજા નંબરે, ૮૦૦મી દોડ માં બાવળિયા જાનકી ભરતભાઈ પ્રથમ નંબરે અને દિહોર કિંજલ લીંબાભાઈ બીજા નંબરે, ૪૦૦ મી. દોડ માં બાવળિયા જાનકી ભરતભાઈ પ્રથમ નંબરે અને પરમાર કૃપાલી બીજા નંબરે, ૨૦૦ મી. દોડ માં જાંબુચા કૃપાલી વિજયભાઈ પ્રથમ નંબરે અને બારૈયા રાધા ગોબરભાઈ ત્રીજા નંબરે, ૧૦૦ મી. દોડ માં જાંબુચા માયા અરવિંદભાઈ પ્રથમ નંબરે અને બારૈયા રાધા ગોબરભાઈ બીજા નંબરે, ૧૦૦ મી. વિઘ્ન દોડ માં જાંબુચા માયા પ્રથમ નંબરે અને પરમાર દેવાંશી ત્રીજા નંબરે, ૪૦૦મી. વિઘ્ન દોડ માં જાંબુચા માયા પ્રથમ નંબરે અને
પરમાર કૃપાલી બીજા નંબરે, ૩૦૦૦ મી. સ્ટીપલ ચેઝ માં બાવળિયા જાનકી ભરતભાઈ પ્રથમ નંબરે અને જાંબુચા કાજલ મનજીભાઈ બીજા નંબરે, લાંબી કુદ માં પરમાર હેમાંશી ભાવસિંહભાઈ પ્રથમ નંબરે અને પરમાર નિશા ત્રીજા નંબરે, શોર્ટપુટ(ગોળાફેંક) માં બારૈયા સોનલ ચકાભાઈ ત્રીજા, હાઈ જંપ માં પરમાર હેમાંશી ભાવસિંહભાઈ પ્રથમ નંબરે, ૪ X ૧૦૦ મી. રીલે દોડ માં માયા, નિશા, કૃપાલી, હેમાંશી પ્રથમ નંબરે, ૪ X ૪૦૦ મી. રેલે દોડ માં કાજલ, માયા, જાનકી, કૃપાલી પ્રથમ નંબરે, લંગડીફાળ કુળ માં પરમાર દેવાંશી પ્રથમ નંબરે અને પરમાર નિશા પ્રવીણભાઈ બીજા નંબરે, બરછી ફેંક માં બારૈયા સોનલ ચકાભાઇ બીજા નંબરે અને હાઈજંપ માં પરમાર હેમાંશી ભાવસિંહભાઈ પ્રથમ નંબરે રહી સમગ્ર યુનિ. માં ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે યુનિ. ની જનરલ ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરવા માટે યુનિ. દ્વારા આયોજિત વર્ષ દરમિયાન જે જે સ્પર્ધામાં ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી હોય તે કોલેજ યુનિ. ની ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરે છે. આ વર્ષ દરમિયાન નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગર કબડ્ડી, ખો-ખો, બાસ્કેટ બોલ, વોલીબોલ, હેન્ડબોલ, હોકી, ચેસ, ફૂટબોલ, હોકી, જુડો-કુસ્તી લોન-ટેનીસ, બેડમિન્ટન, સ્ક્વોશ રેકેટ, ટેબલ-ટેનીસ, જીમ્નાસ્ટીક જેવી બીજી રમતોની સ્પર્ધામાં ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી સતત સાતમી વખત જનરલ ચેમ્પિયન બનેલ છે.
નંદકુવરબા મહીલા કોલેજ ની સમગ્ર સ્પોર્ટસ ની ટીમે વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધામાં ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી સતત સાતમી વખત જનરલ ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી યુનિ. માં નવો ઈતિહાસ રચવા બદલ કોલેજના મે. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર ડો. રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
