તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
મોરબીના ઉંચી માંડલ પાસે ટ્રેક આધેડને હડફેટે લેતા મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબીના ઉંચી માંડલ પાસે રોડની સાઈડમાં ઉભેલ આધેડને ટ્રકના ચાલકે હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના જશાપર ગામે રાજદીપભાઈ ભગવતીપ્રસાદ મખીયાવા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ ના રોજ ભગવતીપ્રસાદ મોરબી હળવદ રોડ પર આવેલ બાપા સીતારામ હોટલમાં જમીને રોડની સામે આવેલ દુકાને માવો લેવા માટે જતા હોય દરમિયાન રોડન સાઈડમાં ઉભા હતા ત્યારે એક અજાણ્યા ટ્રક ચાલકે બેદરકારી થી ચલાવી ભગવતીપ્રસાદને હડફેટે લેતા રોડ પર પડી જતા ટાયરનો જોટો માથાના ભાગે ફરી વળતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
