તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Thursday, 28th November 2024
અધીવકતા પરિષદ જનાગઢ જીલ્લા સંવિધાન જાગરણ સમિતી ધ્વારા ઉજવવામાં આવેલ બંધારણ દિવસ

જુનાગઢ જીલ્લા અધિવકતા પરિષદ તથા સંવિધાન જાગરણ સમિતી ધ્વારા બંધારણ દિવસે જુનાગઢ મુકામે આર.એસ.એસ.ના કાર્યાલય ઉપર બંધારણના વિષય ઉપર પરીગોષ્ઠી રાખવામાં આવેલ અને જુનાગઢ બાર એસોસીએશનના સીનીયર એડવોકેટ રાજેશભાઈ બુચ તથા એ.જી.પી.જયકિશનભાઈ દેવાણીએ બંધારણના સબંધમાં પોતાના વિચારો વ્યકત કર્યા હતા.
આ પ્રસંગે જુનાગઢ જીલ્લા સરકારી વકીલ એન.કે.પુરોહીત તથા જુનાગઢ બાર એસોસીએશનના પ્રમુખ જયદેવભાઈ જોષી તથા સીનીયર એડવોકેટ પી.ડી.ગઢવી , નાથાભાઈ મોરી, રાજેશભાઈ ઠાકર (ભુતપુર્વ ફાસ્ટ્રેક જજ), સરકારી વકીલ જોટાણીયા, માઢક સાહેબ, પારેખ સાહે, દોંગા સાહેબ વિગેરે બહોળી સંખ્યામાં અધિવકતાઓએ હાજરી આપી પ્રોગ્રામને સફળ બનાવેલ છે. આ કાર્યક્રમનું સંચાલન સીનીયર સરકારી વકીલ ડી.સી.ઠાકર સાહેબે કરેલ આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સ્નેહલભાઈ બી. જોષીએ કરેલ અને આભાર વિધી ઉપપ્રમુખ નિતેષભાઈ દવેએ કરી હતી.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
