<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

આવા તત્‍વોને યાદ રહી જાય તેવી સબક શીખવાડજો પોલીસને જાહેરમાં ખખડાવતા ધારાસભ્‍ય મહેશ કસવાલા

ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ ફોન કરીને સ્‍થાનીક પોલીસની નબળી કામગીરી મુદ્દે રોષ વ્‍યકત કર્યો અને એસપી કે આઇજી કક્ષાએથી પુરતો બંદોબસ્‍ત ફાળવવા માંગ કરી

(દીપક પાંધી) સાવરકુંડલા, તા. ર૮:  સાવરકુંડલા ખાતે રઘુવંશી સમાજના ઙ્કમુખ અને રામજન્‍મ મહોત્‍સવ સમિતિ ના ઉપ ઙ્કમુખ જગદીશભાઈ માધવાણી અને મહાજન ના મંત્રી અને શહેર ભા જ પ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા તેમ જ લુહાર જ્ઞાતિના યુવાન તેજસ રાઠોડ ઉપર થયેલા હીચકારા હુમલાના શહેરભરમાં ઘેરા ઙ્કત્‍યાઘાતો પડ્‍યા છે અને સમાજના બધા વર્ગોમાં રોષ ફાટી નીકળ્‍યો છે ત્‍યારે ધારાસભ્‍ય કસવાળા પણ ગ્રામ્‍ય વિસ્‍તાર ના બધા કાર્યક્રમો પડતા મુકી સરકારી હોસ્‍પિટલ ખાતે  દોડી આવ્‍યા હતા અને હુમલાખોર અસામાજિક  તત્ત્વો ને કોઈપણ ભોગે પકડી પાડી યાદ રહી જાય તેવી સબક શીખવવા પોલીસને જાહેરમાં ખખડાવી નાખી સૂચના આપી હતી રોષિત ધારાસભ્‍ય કસવાળા સ્‍થાનિક પોલીસને સૂચના આપ્‍યા બાદ અટકયા ન હતા અને ગળહમંત્રી હર્ષ સંઘવી ને પણ ફોન કરી સ્‍થાનીક પોલીસ ની નબળી કામગીરી બાબતે રોષ વ્‍યક્‍ત  કરી એસ.પી .કે આઈ.જી કક્ષાએથી પૂરતો પોલીસ બંદોબસ્‍ત સાવરકુંડલા શહેરમાં ફાળવવા અને આવા લુખા તત્‍વને કાયમી ધોરણે જેર કરવા રજૂઆત કરી હતી જેનો હર્ષ સંઘવી એ તાત્‍કાલિક ધોરણે પરિસ્‍થિતિ કાબુમાં લેવા સુચના આપવામાં આવ્‍યાં નું ધારાસભ્‍ય કસવાલા ને જાણ કરી હતી.

(3:27 PM IST)