News of Thursday, 28th November 2024
ટંકારા નજીક નદી કાંઠેથી અજાણ્યા યુવકની લાશ મળી

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા, તા., ર૮: ટંકારા નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ટંકારા નજીક ખજુરા હોટેલથી આગળ નદીના કાંઠેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ટંકારા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ યુવકની ઉંમર અંદાજે ૩પ થી ૪૦ વર્ષ છે. યુવકે બ્લુ કલરનો શર્ટ પહેર્યો છે. જે કોઇને આ યુવકના વાલી વારસ અંગે જાણકારી હોય તેઓને જમાદાર ઇમ્તિયાઝભાઇ જામ મો.નં. ૯૮૯૮૦૯૯૭૩૭નો સંપર્ક કરવા જણાવાયું છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
