News of Thursday, 28th November 2024
જામકંડોરણાના સોડવદર ગામે રૂરલ એસઓજીએ દેશી બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો
પકડાયેલ ક્રિપાલસિંહે પાકના રક્ષણ માટે જુનાગઢના ડફેર શખ્સ પાસેથી બંદૂક લીધાની કબુલાત આપી

રાજકોટ, તા. ર૮ જામકંડોરણાના સોડવદર ગામેથી રૂરલ એસઓજીએ દેશીબંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
જીલ્લામાં ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટની સુચના આપેલ હોય એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર તથા પો. સબ. ઇન્સ. ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. જયવીરસિંહ રાણા પો. હેડ કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા અરવિંદભાઇ દાફડા મળેલ સંયુકત બાતમી રાહે હકિકત આધારે ક્રિપાલસિંહ સુતભા જાડેજા રહે. સોડવદર વાળાની વાડીમાંથી ગેરકાયદેસર હથીયાર મળી આવતા જામકંડોરણા ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ ક્રિપાલસિંહ આ દેશી બંદૂક પાક રક્ષણ માટે જૂનાગઢના ડફેર શખ્સ પાસેથી લીધાની કબુલાત આપતા પોલીસે ડફેર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. અતુલભાઇ ડાભી તથા સંજયભાઇ નીરંજની તથા અમીતભાઇ કનેરીયા તથા પો. હેડ કોન્સ. હિતેશભાઇ અગ્રાવત વિજયભાઇ વેગડ, શીવરાજભાઇ ખાચર તથા પો. કોન્સ. વિજયગીરી ગોસ્વામી, રઘુભાઇ ઘેડ તથા ચીરાગભાઇ કોઠીવાર જોડાયા હતા. (
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
