News of Thursday, 28th November 2024
વાંકાનેર શેખેરડીમાં વાંકાનેર ધારાસભ્ય
શ્રી જીતુભાઈ સોમાણીના હસ્તે બે નવા રોડનું ખાતમુર્હૂત

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૮ :.. વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની રજૂઆત થી શેખેરડી ગામ થી કાનપર ગામ સુધી ૨.૪૦ કિ. મી. રૂ/૧૫૦.૫૫ લાખનાં ખર્ચે નવા ડામર રોડ નું કામ તેમજ દિઘલીયા ગામ થી શેખેરડી ગામ સુધી ૩.૫૦ કિ.મી રૂ/૧૨૦ લાખનાં ખર્ચે ડામર રોડનું (રિસર્ફેસ) કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનો દ્વારા જીતુભાઈ સોમાણીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
તે પ્રસંગે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી હરૂભા ઝાલા,જીલ્લા પંચાયત સદસ્ય શ્રી જાહીરઅંબાસ શેરસીયા, યુસુફભાઈ શેરસીયા,અશ્વિનભાઈ મેઘાણી, હેમુભાઈ ધરજીયા,શેખેરડી સરપંચ કેશુભાઈ વાટુકીયા, હકાભાઈ ધરજીયા, જીતુભાઈ પટેલ, રાતડીયા સરપંચ રાજુભાઈ મેર (ભુવા) કાનપર સરપંચ મહેબૂબભાઈ બાદી, ગોપાલભાઈ શારદીય સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
