News of Thursday, 28th November 2024
મોરબીમાં પાટીદારો ઉપર અત્યાચાર અટકાવવા સ્વરક્ષણ માટે કલેકટરને આવેદન આપી હથિયારનું લાયસન્સ માંગશે.

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૮ મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના મનોજભાઈ પનારાએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ સુશિક્ષિત થઈને ખૂબ જ આગળ વધી રહ્યો છે. પણ અમુક લેભાગુ તત્વો અને લુખ્ખાઓ પાટીદારો ઉપર અત્યાચાર આચરીને પાટીદારોની પ્રગતિ અવરોધે છે.જેમાં મોરબી જિલ્લાના પાટીદાર સમાજ દીકરા દીકરીઓ ઉપર થતા અન્યાય, અત્યાચાર જેવા કે,વ્યાજના વિજચક્રમાં ફસાવી જીવવું હરામ કરી દેવું, ડરાવવા, ધમકાવવા, અપહરણ કરી માર મારવો,હત્યાઓ કરવી, આપઘાત માટે ફરજ પાડવી સહિતના બનાવો વધી રહ્યા છે. પાટીદારો ઉપર થઈ રહેલા અત્યાચાર સામે કાયદાકીય રીતે લડત ચલાવવાના એકમાત્ર હેતુથી પાટીદાર યુવા સંઘની રચના કરવામાં આવી છે. આથી પાટીદાર યુવા સેવા સંઘના મિત્રોને સ્વરક્ષણ માટે પિસ્તોલની જરૂરિયાત હોય આ હથિયાર માટે લાયસન્સ માંગવા માટેનું આવેદન આવતીકાલે તા.૨૮ ને ગુરુવારે જિલ્લા સેવા સદન ખાતે કલેકટરને આપશે તેમ જણાવ્યું હતું.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
