તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
ગિરનાર પરિક્રમાના ભાવિકોએ દાતાર બાપુના દર્શન અને અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ લીધો

જુનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે ગિરનારની પરિક્રમા કરવા પધારેલા હજારો ભાવિકો દાતાર બાપુના દર્શને પણ પધાર્યા હતા અને દાતાર બાપુ ની જગ્યા ખાતે જગ્યા ના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા પરિક્રમાથી ઓ માટે ભોજન પ્રસાદ અને નાસ્તાની સુંદર મજાની અવિરત સેવા ૨૪ કલાક અન્નક્ષેત્ર ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું. સીડી ચડતા અને રસ્તામાં પણ ચા પાણી નાસ્તાની સુંદર મજાની વ્યવસ્થા દાતારના સેવકો સંભાળી રહ્યા છે આમ છેલ્લા બે દિવસમાં ૫૦,૦૦૦ થી વધુ યાત્રિકોએ દાતાર બાપુ ના દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો ગિરનાર પરિક્રમા પૂર્ણ કરી ભાવિકોએ ૩૦૦૦ પગથિયાં ચડી દાતાર બાપુ ની જગ્યા ખાતે દાતાર બાપુ ના દર્શન સાથે મહાપ્રસાદ રસ્તામાં પણ ચા પાણી નાસ્તાની અવિરત પણે સેવા અપાય હતી અને નીચે યાત્રિકો પોતાનો સામાન રાખી શકે તે માટે પણ એક સુંદર મજાની વ્યવસ્થા ઉભી કરાઈ હતી અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા - જૂનાગઢ
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
