તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
જુનાગઢમાં સંજય કોરડિયા દ્વારા ૭૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ સરળતાથી મળી રહે તે માટે ભવ્ય કેમ્પ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા.૧૫ : વડાપ્રધાન વયવંદના યોજના હેઠળ ૭૦ વર્ષથી વધુ વયના સીનયર સિટીજનોને આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના હેઠળ રૂા.૧૦ લાખનો મેડીકલેઇમ ફ્રી માં અપાઇ રહયો છે. જે અંતર્ગત જુનાગઢના જાગૃત ધારાસભ્ય દ્રારા વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ સરળતાથી મળી રહે તે માટે તા.૧૭/૧૧/ર૪ ના રોજ રેડક્રોસ આઝાદ ચોક ખાતે કેમ્પનું આયોજન કરેલ છે. લાભાર્થીએ આધાર કાર્ડ સાથે લાવવાનું રહેશે. આધારકાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક હોવા જરૂરી છે. ૭૦ વર્ષથી વધુ વયના સીનીયર સીટીઝનો માટે આવક મર્યાદા નથી.
આ યોજનાની પ્રાયમરી કે સેકન્ડરી કે ગંભીર પ્રકારની બિમારીની સારવાર માટે રૂા.૧૦ લાખ સુધીનું વિમા કવચ પુરૂ પાડવામાં આવશે. ધારાસભ્ય જુનાગઢ સંજય કોરડીયા દ્રારા સીનીયર સીટીઝન નાગરીકોને એક જ સ્થળેથી આયુષ્યમાન કાર્ડ મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરેલ છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
