તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
જામનગરમાં પુરપાટ ઝડપે કાર દિવાલ તોડીને અંદર ઘુસી જતા પ્રફુલસિંહ જાડેજાનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૫: જામનગરના રામેશ્વર નગર પટેલ વાડી તરફ જતા રસ્તા સામે પૂરપાટ ઝડપે મોડી રાત્રે જીજે૧૦ ડીજે ૮૨૮૦ નંબરની સ્વીફ્ટ કાર રહેણાક મકાનની અંદર મજબૂત દીવાલ તોડી અંદર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારચાલક પ્રફુલસિંહ મહિપતસિંહ જાડેજા ઉર્ફે પપ્પી નામના વ્યક્તિનું મળત્યુ નીપજ્યું છે.
આ સમગ્ર ઘટનામાં કાર ૧૦૦ કિમી પ્રતિ કલાકની આસપાસની સ્પીડે હોય તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે અને મોડી રાત્રીના નશાની હાલતમાં કાર ઘરમાં ઘુસી ગઇ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે રાત્રે પોલીસ અને ૧૦૮ દ્વારા ઘટના સ્થળે દોડી જઈ કારચાલકને હોસ્પિટલ ખસેડાયો હતો. અને વધુ તપાસ ચલાવી રહી છે (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
