News of Friday, 15th November 2024
આવ્યો માંનો રૂડો અવસર અતર્ગત ૧૭૦ દાતાઓનું સન્માન અને લોક સાહિત્ય ક્રાર્યકમ યોજાયો
મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ આયોજિત ક્રાર્યકમમાં લોકો ઉપસ્થિત રહ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા આવો માંૅ નો રૂડો અંતર્ગત દાતાઓના સન્માન અને લોક સાહિત્યનો ક્રાર્યકમ યોજાયો હતો. જેમાં ં૧૭૦ જેટલા દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબીના ટ્રસ્ટની સ્થાપના ઇ.સ.૧૯૭૭ માં કરવામાં આવી હતી. જેમાં આ સંસ્થાના સ્થાપક આર્ય પુરૂષો અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓના સહયોગથી કન્યા કેળવણી શરૂ કરવામાં આવી હતી. જે આજના સમયે એક વટવૃક્ષ બની ગયું છે.
આ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુ માટે શાળા-કોલેજો પણ શરૂ કરવામાં આવેલી છે. આ સંસ્થાની સ્થાપનાથી કરીને આજ સુધીમાં તમામ સમાજના હજારો દીકરીઓએ શિક્ષણ મેળવ્યુ છે. તેમજ પટેલ સમાજની કન્યાઓ માટે છાત્રાલયની સુવિધા ઊભી કરવામાં આવેલ છે. પાટીદાર સમાજના ઉંદાર અને દિલેર દાતાઓના સહયોગથી આ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય ક્ષત્ર સાવ જવીવન દરે ઉમા મેડિકલ, ઉમા લેબોરેટરી, ઉમા કિલનિક શરૂ કરવામાં આવેલી છે. જેનો મોરબી અને આસપાસના વિસ્તારના ગામડાઓના લોકો નાત જાતના ભેદભાવ વગર ખૂબ લાભ ઉઠાવી રહ્યા છે.
સમાજના વ્યયસાયિક ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે જી.પી.એસ. અને યુ.પી.એસ.સી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પાટીદાર એકેડેમી શરૂ કરવામાં આવી છે.
સમય અને સ્થાનિક જરૂરિયાતને ધ્યાને લઇ યુવાનો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થાય એવા હેતુથી સ્કિલ ડેવલોપમેન્ટ માટે ઇમ્પોર્ટ એકસપોર્ટની બેન્ચ દિકરીઓ માટે બ્યુટી પાર્લરના વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે.
સામાજિક સેવા ક્ષેત્ર સમાજના મધ્યમ અને નિમ્ન વર્ગના પરિવારની સ્થિતિ નજર સમક્ષ રાખીને આ અદ્યતન ઉમા સંસ્કારધામ ખાતે સામાજિક સેવા ક્ષેત્રે સમાજના મધ્યમ અને નિમ્ન વર્ગના પરીવારની સ્થિતિને નજર સમક્ષ રાખીને આ અદ્યતન ઉમા સંસકાર ધામ ખાતે ઉમા આદર્શ લગ્ન બેનર હેઠળ આખા વર્ષ દરમિયમાન દૈનિક બે લગ્ન હોલ, ર૪ રૂમનું અતિથિગૃહ, ઉભા રંગભવન અન્ય લગ્ન હોલ સહિત ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે.
આ ઉપરાંત મોરબીના પાટીદાર શ્રેષ્ઠીઓના અનુદાનથી હાલ અમદાવાદ- ગાંધીનગર જયારે શિક્ષણનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાની પાટીદારની દીકરીઓ સુવિધા અને સુરક્ષા સાથે સંસ્કાર અને સુરક્ષા સાથે સંસ્કાર, શિક્ષણ અને આરોગ્યની આ તમામ સેવા પ્રવૃત્તિઓ માટે જેમની કૃપા, જેમની પ્રેરણા સમાજને સતત મળી રહી છે. જેમને પોતાની પરસેવાની કમાણીમાંથી સમાજ માટે ધનરાશી અર્પણ કરેલ છે. એવા ૧૭૦ જેટલા દાતાઓને ઉમા સંસ્કારધામનો ખેસ પહેરાવી સ્મૃતિ ચિન્હ અર્પણ કરછ મહાનેભાવોના વરદ હસ્તે સન્માન કરાયું હતું ત્યારબાદ લોકસાહિત્યકાર મનસુખભાઇ વસોયાએ હાલની સામાજિક સમસ્યાઓને હળવી શૈલીમાં રજૂ કરી લોક સાહિત્યનો રસથાળ પિરસ્યો હતો. અમદાવાદમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરી શકે તે હેતુસર ૩૬ (છત્રીસ) રૂમની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી છે.
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
