<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

પોરબંદર કાંઠા વિસ્‍તારમાં સીઆરઝેડનો સરેઆમ ભંગ : ખોટું અર્થઘટન કરીને અપાતી બાંધકામ મંજુરીઓ...?

 (હેમેન્‍દ્રકુમાર પારેખ દ્રારા) અતિ સંવેદનશીલ દરિયાકાંઠા પાસેના નિયત કરેલા વિસ્‍તારમાં સીઆરઝેડ કાયદો લાગુ છે સીઆરઝેડ લાગુ વિસ્‍તારમાં નવું બાંધકામ કરી શકાય નહી જો આ વિસ્‍તારમાં જુના બાંધકામમાં ફેરફાર અથવા નવુ઼ બાંધકામ કરવાની જરૂર પડે તો મંજુરી લેવી પડે છે. પરંતુ આથી કેટલીક બાંધકામ મંજુરી માટેના નિયમોનું જવાબદારો અલગ અર્થઘટન કરીને મંજુરી આપી દેવાની ચર્ચા છે. સીઆરઝેડ લાગુ વિસ્‍તારમાં નવા બાંધકામ માટે અથવા જુના બાંધકામમાં ફેરફાર નિયમોમાં કેટલાક કિસ્‍સામાં જુદા અર્થઘટન બાદ મંજુરીથી સીઆરઝેડનો ખુલ્લે આમ ભંગ થઇ રહયાની ચર્ચા છે. આ બાબતે તપાસ કરવાની જરૂર ઉભી થઇ છે. બીજીબાજુ રાષ્‍ટ્રીય સ્‍મારક કિર્તીમંદીરની ર૦૦ મીટરની ત્રીજયામાં નવું બાંધકામ કરી શકાય નહીં. જુના સ્‍મારકોની સલામતી માટે આ કાયદા લાગુ છે. છતાં કિર્તીમંદીર નજીક જુના બાંધકામમાં છાને ખુણે ફેરફારની ચર્ચા છે. અગાઉ કિર્તીમંદીર નજીક જુના બાંધકામમાં ફેરફારો કર્યાની ફરીયાદો ઉઠતા પુરાતત્‍વ ખાતા દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. સીઆરઝેડ કાયદા હેઠળ કેટલાંક જુના બાંધકામમાં જુદુ અર્થધટન કરીને સ્‍થાનિક જવાબદારો બાંધકામમાં જરૂરી ફેરફારની મંજુરી બાદ થયેલા બાંધકામો માટે ઇમ્‍પેક ફી ભરાવી આવા બાંધકામ બાદ પાછળ ટી.પી.માં રેગ્‍યુલર બતાવી દેવાય છે તેવું ચર્ચિત છે. 

(12:52 PM IST)