<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

વાંકાનેરના ધારાસભ્‍ય પીરઝાદાની કિસાન સેવા સહકારી મંડળી પંચાસીયા ગામની ચુંટણી રદ કરવાનો આદેશ

મોરબી જીલ્લા રજીસ્‍ટ્રારને ચુંટણી રદ કરી કાર્યવાહી કરવા લવાદ કોર્ટના હુકમથી સહકારી ક્ષેત્રમાં ગરમાવો

રાજકોટ તા.૧૫: અત્રેની લવાદ કોર્ટ રાજકોટનાં સીનીયર જજ શ્રી જયકાંત એન. દવે એ શ્રી કિશાન સેવા સહકારી મંડળી લી. પંચાસીયાની સને-૨૦૨૧ થી સને ૨૦૨૬ સુધીની વ્‍ય.કમીટી સભ્‍યોની ચૂંટણી રદ કરવા અન્‍વયંનો દાવો મંડળી સભાસદ યુનુસભાઈ માહમદભાઈ ખોરજીયિાએ સદરહું ચૂંટણી ૨દ કરીને ફરીવાર જીલ્લા રજીસ્‍ટારશ્રી, મોરબી મારફત ચુંટણી કરવાનો દાવો દાખલ કરેલ અને તેમાં લવાદ કોર્ટ દ્વારા સદરહું કારોબારી સમિતી સભ્‍યોની ચુંટણી રદ કરીને જીલ્લા રજીસ્‍ટારશ્રીએ નીયમાનુસારની કાર્યવાહી કરવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, કીશાન સેવા સહકારી મંડળી લી. પંચાસીયામાં વિાંકાનેરને ધારાસભ્‍ય પીરઝાદા કારોબારી સમિતી સભ્‍ય છે અને અગાઉ આ મંડળીમાં પ્રમુખ હરીકે સેવા આપી રહેલ છે. શ્રી કીશાન રસેવા સહકારી મંડળી લી.પંચાસીયાના વ્‍ય.કમીટી સભ્‍યોની સને - ૨૦૨૧ માં પૂર્ણ થતી હોય જેથી સદરહું મંડળીના જાગળત સભાસદો તટસ્‍થ રીતે ચૂંટણી થાય તેવી માંગ સાથે જરૂરી વિગતો માંગતા પરંતું વાંકાનેરના ધારાસભ્‍ય પીરઝાદા તથા તેની પેનલ પાસે બહુમતી ન હોવાથી તેના દ્વારા કોઈ વિગતો, હકીકતો આપવામાં આવેલ નથી અને તે બાબતે રાજય રજીસ્‍ટારશ્રી, જીલ્લા રજીસ્‍ટારશ્રી સહીતની ઓથોરીટી સમક્ષ રજુઆતો દયેલ. વાંકાનેરના ધારાસભ્‍ય પીરઝાદા તથા તેની પેનલ પાસે બહુમતી ન હોવાથી બેઠાથાળે અને કોઈપણ સભાસદનો જાર કર્યા વગર બેઠાદાળે ચુંટણી કરી નાખેલ જેથી મંડળીના સભાસદ યુનુસભાઈ ખોરજીયાએ તેમના સહકારી ક્ષેત્રના એડવોકેટ સતિષ આર.દેથલીયા મારફત દાવો દાખલ કરી સદરહું ગુંટલી ર૬ કરવા અને ફરીવાર ચુંટણી કરવા માટેની અરજી આપેલ, અને લવાદ કોર્ટ દ્વારા વચગાળાના તબકકે ૨દ કરેલ અને તે પ્રકરણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચેલ અને નામ. હાઈકોર્ટની સુચનાથી પુરાવા લઈને કાર્યવાહી કરવાનું જણાવેલ હતું.

મંડળીના સભાસદશ્રી યુનુસભાઈ ખોરજીયાએ તેમના સહકારી ક્ષેત્રના એડવોકેટ સતિષ આર.દેથલીયાએ તેના સાક્ષી પુરાવાઓ લઈને ચુંટણીનું જાહેરનામું પ્રસિધ્‍ધ થયેલ જ નથી તેવું રેકર્ડ ઉપર લાવીને રજુઆત કરેલ છે કે, મંડળીના હાલના હોદેદારોએ તેની પાસે બહુમતી ન હોવા છતાં મંડળીમાં પોતે ચીટકી રહે તેવા બદઈરાદાથી કોઈપણ સભાસદોને જાણ થયા વગર ચૂંટણી કરી નાખેલ છે, જાહેરનામું પ્રસિધ્‍ધ કરેલ નથી અને તે તમામ બાબતો મંડળીના રેકર્ડ ઉપરથી સાબીત થાય છે. જેથી ચૂંટણી રદ કરીને ફરીવાર ચુંટણી કરવી જોઈએ અન્‍યથા જે સભાસદો પાંચ વર્ષથી ચુંટણી લડવાની રાહ જોઈ રહેલ હોય તેનો કાયદાકીય હકક છીનવાય જાય છે અને લોકોનો સહકારી ક્ષેત્રમાંથી વિશ્વાસ ડગી જાય છે અને તેનાથી સહકારી માળખુ જોખમમાં મુકાઈ જાય તેવું કળત્‍ય કરેલ છે જેથી તે તમામ કળત્‍ય, કાર્યવાહીઓ રદ કરી ફરીવાર ચુંટણી કરવી જરૂરી છે.

લવાદ કોર્ટના સીનીયર જજશ્રી જયકાંત દવે દ્વારા દાવા અરજી, જરૂરી દસ્‍તાવેજો સાથે સાથે કાયદાકીય જોગવાઈઓ આપેલ, અદાલતે તમામ પેપર્સ, કાયદાકીય પાસાઓ, કામનું રેકર્ડ તપાસતા અને સતિષ આર.દેથલીયાની ઉપરોકત રજુઆતમાં તથ્‍ય જણાતાં મંડળીના કારોબારી સમિતી સભ્‍યોની ચુંટણી રદ કરીને જીલ્લા રજીસ્‍ટારશ્રી, મોરબીને તે અન્‍વયે કાર્યવાહી કરવાની સુચના આવતો લવાદ કોર્ટ હુકમ ફરમાવેલ છે. આ કામમાં મંડળીના સભાસદ યુનુસ માહમદભાઈ ખોરજીયા વતી રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકેટ સતિષ દેથલીયા, સુભાષ પટેલ, રેનિશ માકડીયા રોકાયેલ છે.

(12:19 PM IST)