તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં સીંધી સમાજ દ્વારા ગુરૂનાનક જન્મ જયંતિની ઉજવણી
પ્રભાત ફેરી, કિર્તન, લંગર પ્રસાદ, શોભાયાત્રા, દિપમાલા સહિતના કાર્યક્રમો

રાજકોટ તા. ૧પઃ આજે સીંધી સમાજ દ્વારા ગુરૂનાનક જન્મ જયંતિની ભવ્યતાથી ઉજવણી થઇ રહી છે.
પ્રભાસ પાટણ
(દિપક કકકડ-ભાસ્કર વૈદ્ય દ્વારા) વેરાવળ-પ્રભાસ પાટણઃ વેરાવળમાં ૫૫૫મી ગુરૂનાનક જયંતીની શુક્રવારે તા. ૧૫ મી એ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
વેરાવળમાં વહેલી સવારે ૫-૧૫ કલાકે ગુરૂ ગોવિંદસિંઘ ગુરૂદ્વારા થી સ્વામી શાંતિ પ્રકાશ હોલ સુધી પ્રભાત ફેરી, કીર્તન સમાગમ, ત્યારબાદ ૧૧-૩૦ કલાકે ભોગ સાહેબ, બપોરે ૧-૩૦ કલાકે સમૂહ લંગર પ્રસાદ, બપોરે ૩ કલાકે શોભાયાત્રા શહેરના ટાવર ચોક, લીલાશાહ નગર, અંબાજી મંદિર રોડ, ગુરૂ ગોવિંદસિંઘ ગુરૂદ્વારા, બજરંગ સોસાયટી, ૮૦ ફૂટ રોડ, ૬૦ ફૂટ રોડ થઈ, ગુરૂનાનક ચોક, બિહારીનગર થઈ કરમચંદ બાપા ચોક સહિતના રાજમાર્ગો પરથી શોભાયાત્રા નીકળશે.
ઉપરાંત રાત્રે ૧૧ કલાકે ગુરૂ ગ્રંથ સાહેબની સવારી સાથે ભવ્ય દીપમાલા સાથે વિશેષ નગરકીર્તન, રાત્રે ૧૨ કલાકે સ્વામી શાંતિપ્રકાશ હોલ ખાતે વિવિધ સ્પર્ધાઓ, ‘‘ગુરૂ જો સચો સોદો'' થીમ પર બાળકોનું નાટક, રાત્રે ૧:૨૦ કલાકે જયજયકાર સાથે ગુરૂનાનક દેવના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવશે. જેમાં સિંધી સમુદાયના લોકોને જોડાવા ગુરૂનાનક કીર્તન મંડળી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
