તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
પ્રેસનું કાર્ડ લઇને ફરતાં પ્રતિક ચંદારાણાનો ગુનાહિત ઇતિહાસઃ હત્યાની કોશિષ, ફરજમાં રૂકાવટ, દારૂ સહિતના ૧૨ ગુનામાં સામેલ

બામણબોરના બાબુલાલ ડાભી પર હીચકારો હુમલો કરનારા પ્રતિક દિલીપભાઇ ચંદારાણા (રહે. ભગીરથ સોસાયટી-૭, સંત કબીર રોડ) પાસે પ્રેસનું કાર્ડ પણ છે! આ શખ્સ વિરૂધ્ધ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એક ડઝન ગુના નોંધાઇ ચુક્યા છે. બી-ડિવીઝનમાં દારૂ, આજીડેમમાં ૩૦૭, ડીસીબી, બી-ડિવીઝનમાં દારૂના અલગ અલગ ગુનાઓ, બી-ડિવીઝનમાં ફરજમાં રૂકાવટ, હુમલાનો ગુનો, કુવાડવામાં દારૂનો ગુનો મળી કુલ ૧૨ ગુના અગાઉ નોંધાઇ ચુક્યા છે. છેલ્લે એલસીબી ઝોન-૧ ટીમના બી. વી. બોરીસાગર, વિજેન્દ્રસિંહ જાડેજા, જીતુભા,ઇ સત્યજીતસિંહ, રવિરાજભાઇ, દિવ્યરાજસિંહ સહિતની ટીમે તેને આજીડેમના હત્યાની કોશિષના અને બી-ડિવીઝનના દારૂના ગુનામાં પકડયો હતો. આટલા ગુનાઓમાં સામેલ પ્રતિક સામે વધુ એક મારામારીનો ગુનો આજીડેમ પોલીસમાં ગત રાતે દાખલ થયો છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
