<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

બગસરા એસટી ડેપો દ્વારા આડેધડ રૂટ બંધ કરી લોકોને હાલાકી

પરિક્રમા માટે બગસરા થી એક પણ એકસ્‍ટ્રા બસ ના મૂકાતા રોષ

( સમીર વિરાણી દ્વારા) બગસરા તા.૧૫:. બગસરા થી રાજકોટ જવાના સવારથી લઈ સાંજ સુધીના સંખ્‍યાબંધ રૂટ કોઈપણ જાહેરાત વિના અચાનક બંધ કરી દેવામાં આવતા લોકો મુશ્‍કેલીમાં મુકાયા છે. બગસરા થી અનેક વેપારીઓ રાજકોટ ખરીદી માટે જતા હોય છે તેવા સમયે એસટી દ્વારા  બંધ કરી દેવામાં આવતા વેપારને પણ અસર થઈ રહી છે. આ ઉપરાંત તહેવારોના સમયમાં તેમજ વેકેશન ખુલી રહ્યું હોય તેવા સમયે બગસરા થી અસંખ્‍ય વિદ્યાર્થીઓ રાજકોટ અભ્‍યાસ માટે પરત જવાના હોય દરેક માટે હેરાનગતિ ભોગવવાનો વારો આવ્‍યો છે આ ઉપરાંત પરિક્રમા ના સમયમાં મોટાભાગના એસટી ડેપો દ્વારા જૂનાગઢ માટે એક્‍સ્‍ટ્રા બસ દોડાવવામાં આવી રહી છે ત્‍યારે બગસરા ડેપો દ્વારા એક પણ એક્‍સ્‍ટ્રા બસ મુકવામાં ન આવતા લોકોને પરિક્રમા જવામાં પણ અન્‍ય ડેપો ની બસોમાં ઉભા ઉભા જવું પડતું હોવાથી રોષ દેખાઈ રહ્યો હતો. આ બગસરા ડેપો દ્વારા લોકોને સુવિધા ને બદલે દુવિધા આપવાનું કામ શરૂ કરવામાં આવેલ છે. આ બાબતે ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા યોગ્‍ય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

(10:43 AM IST)