તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
જૂનાગઢના કૃષ્ણકાંતભાઇ દોશીનું અવસાન ચક્ષુ દાન કરાયુ

ધોરાજીઃ જૂનાગઢના સેવાભાવી કૃષ્ણકાંતભાઇ વૃંદાવનભાઇ દોશીનું અવસાન થતા તેમના સ્વજન પરાગભાઇ ગાંધીએ સ્વ ના ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યૂવક મંડળના ધમેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકી ને જાણ કરતા સરકારી હોસ્પિટલના દાન સેન્ટરના અધીકક્ષક ડો. જયેશ વેસેટીયા , ડો. ક્રિષ્નાબેન મોરી અને મેડીકલ ટીમના દિપક ભાસ્કર, દિપકભાઇ પારધી અને ઇકબાલભાઇ મકવાણાએ સેવાઓ બજાવી હતી અને જૂનાગઢ ખાતે ચક્ષુ, દાન કરાયુ હતું આ તકે હંસાબેન દોશી ટિવંકલબેન દામાણી, ધવલભાઇ દામાણી, મનસુખભાઇ દામાણી રાજેન્દ્રભાઇ ગાંધી, દિક્ષીતભાઇ ગાંધી, પરાગભાઇ ગાંધી મનોજભાઇ દોશી, રિયલભાઇ હુવ, શશીકાંતભાઇ દામાણી વિમલભાઇ દામાણી, જેન્તીભાઇ દામાણી સહિતના હાજર રહેલ હતા.માનવ સેવા યૂવક મંડળ અને સરકારી હોસ્પિટલને ૩૪૬ મું ચક્ષુદાન મળેલ હતું.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
