<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા પોલીસની સહિયારી મહેનતે કાચ તોડી ચોરી કરતી ગેંગને ગણતરીની જ કલાકોમાં ઝડપી પાડી

કારના કાચ તોડી રોકડ, સોનાના દાગીનાની ચોરી કરી નાશી છૂટેલી આણંદની એક જ પરિવારની ગેંગ દામનગર માં રંગેહાથ ઝડપાઈ

ગીર સોમનાથ  ત્રિવેણી નજીક કારના કાચ તોડી અંદાજે ચાર લાખ ના સોનાના દાગીના અને રોકડ તેમજ જૂનાગઢ સક્કરબાગ ઝૂ પાસે પાર્ક કરેલી કારના કાચ તોડી રોકડ, સોનાના દાગીનાની ચોરી કરી નાશી છૂટેલી  આણંદની એક જ પરિવારની ગેંગ દામનગર માં રંગેહાથ ઝડપાઈ છે
જુનાગઢ અને ગીર સોમનાથ માં એક જ મોડસ ઓપરેન્ડી થી કારના કાચ તોડી નાશી છૂટેલ ગેંગને પકડવા ગીર સોમનાથ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એ બી જાડેજા અને ટીમે ટેકનિકલ સોર્સ ની મદદથી પગેરું દબાવ્યું હતું

ચોરી બાદ કારમાં નાસી છૂટેલી ગેંગ અમરેલી જિલ્લા તરફ નીકળી જતા અમરેલી તાલુકા સહિત ની ટીમ ને એલર્ટ કરતા લાઠી પોલીસે પીછો કરતા દામનગર ટાઉન પોલીસે કારમાં નીકળેલી ગેંગને પકડી પાડી

મોરબીથી જુનાગઢ ઝુ સકરબાગ પ્રાણીસંગ્રહાલયમાં  ફરવા આવેલા મોરબીના ગરાસીયા  પરિવારની કારના કાચ તોડી સોનાના દાગીના અને રોકડ મળી 2.80 લાખની ચોરી અને ગીર સોમનાથના ત્રિવેણી નજીક કારના કાચ તોડી અંદાજે ચારથી પાંચ તોલા સોનાના દાગીના અને રોકડ ની ચોરી કરી કારમાં નાસી છૂટેલી આણંદના એકજ પરિવારની ગેંગને દામનગર ટાઉન નજીક પીઆઇ આર વાય રાવલ અને દામનગર પોલીસ ટીમે નાકાબંધી કરી ઝડપી પાડી

(11:14 PM IST)