<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે કાલે શુક્રવારે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે.

જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે, સરદારબાગ ખાતે કેક કટિંગ કરાશે, બાપા સીતારામ ચોકમાં શોભાયાત્રાનું સમાપન અને મહાઆરતી કરાશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં 225મી જલારામ જયંતિ નિમિત્તે આવતીકાલે શુક્રવારે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે 2:30 કલાકે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. શનાળા રોડ ઉપર સરદારબાગ ખાતે સાંજે 5:30 કલાકે કેક કટિંગ થશે. જ્યારે બાપા સીતારામ ચોક ખાતે સાંજે 6:30 કલાકે સમાપન અને મહાઆરતી થશે.

      આ શોભાયાત્રાનો રૂટ જલારામ પ્રાર્થના મંદિર, જુના બસ સ્ટેન્ડ, નહેરૂગેઇટ ચોક, શાક માર્કેટ ચોક, ગાંધી ચોક, ચકિયા હનુમાન મંદિર, લોહાણા વિદ્યાર્થી ભુવન, રામ ચોક, સરદારબાગ ( કેક કટિંગ), નવા બસ સ્ટેન્ડ બાપા સીતારામ ચોક સુધીનો રહેશે. જલારામ જન્મ જયંતિની આ ઉજવણીમાં સર્વે ભાવિકોને જોડાવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(9:45 PM IST)