News of Thursday, 7th November 2024
જેતપુરના નવાગઢમાં કાલથી વૃજધામ હવેલીના પ્રથમ પાટોત્સવ પ્રસંગે પુષ્ટી ત્રિવિધ કથા- અન્નકોટ મહોત્સવ યોજાશે
વ્યાસ પીઠે શ્રી આશ્રય કુમારજી બિરાજી કથાનું રસપાન કરાવશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૭: શહેરના નવાગઢમાં વૈશ્ણવોની અપાર લાગણીથી કડી અમદાવાદ ખાતે બિરાજતા ક્રાંતીકારી વૈશ્ણચાર્ય પુ. કૃષ્ણ કુમારજી મહોદય દ્વારા સરધારપુર રોડ ખાતેશ્રી વૃજધામ હવેલીનું એક વર્ષ પહેલા નિર્માણ થયેલ હવેલીના નિર્માણ બાદ વેૈશ્ણવની શ્રધ્ધાથી અહી જુદા જુદા પ્રસંગોની ધામ ધુમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે. આ હવેલીનો પ્રથમ પાટોત્સવ ભવ્યતીભવ્ય રીતે ઉજવવામાં આવનાર હોય આ પ્રસંગે પૃષ્ટિ ત્રિવિધ સ્વરૂપ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાંગો. શ્રી કૃષ્ણ કુમારજીના આત્મય શ્રી આશ્રય કુમારજી મહાદેવ વ્યાસાસ ને બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન તા. ૮/૧૧/ થી ૧૦/૧૧ બપોરે ૩ થી ૬ કલાક દરમ્યાન પાદરીયા સમાજવાદી નવાગઢ ખાતે કરાવશે.
આવતીકાલ તા. ૮ શુક્રવારના રોજ કથાનો પ્રારંભ બાદ સાંજે ૩ કલાકે કુનવારા મનોરથ યોજાશે તા. ૯ શનીવારના રોજ હવેલીના મંગલ પાટોત્સવ પ્રસંગે સવારે ૧૦ કલાકે નંદ મહોત્સવ ૧૧-૩૦ કલાકે તીલક આરતી ૩ થી ૬ કથા રસપાન બાદ ૭ કલાકે દાન જગાઇ રાત્રીના ૯: કલાકે હાલારી રાસનું આયોજન કરાયુ છે. તા.૧૦- રવીવારના રોજ સવારે ગોરર્ધન પુજા કથાથી પૂર્ણાહુતી બાદ ૬-૩૦ કલાકે અન્નકુટ મનોરથનું આયોજન કરાયુ છે. આ પાટોત્સવ પ્રસંગે વૈશ્ણવાચાર્ય કૃષ્ણકુમારજી મહોદય સહપરિવાર પધારસે તો આ પાટોત્સવનો લ્હાવો લેવા પધારવા તમામ વેૈશ્ણવોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
