News of Thursday, 7th November 2024
કપાસના ભાવમાં ૧૮૦૦ થી ૨,૦૦૦ મળવા જોઈએ નહિતર ખેડૂત જીવી શકે તેમ નથી જે.ડી. બાલધા
ધોરાજી માં દિવાળી ની રજા બાદ ફરી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું

ધોરાજી તા.૭ : નવા વર્ષ લાભ પાંચમથી ધોરાજી માર્કેટિંગ યાર્ડ શરૂ થતા ખેડૂતો ને કપાસ ના પૂરતા ભાવ ના મળતા ખેડૂતો માં રોષ વ્યાપી ગયો હતો
ધોરાજી માર્કેટિંગ યાર્ડ માં હરાજી માં કપાસ ના પ્રતિ મણ ના ૧૧૦૦ થી ૧૪૦૦ રૂપિયા ભાવ બોલાયો હતો આ સમયે રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રના અગ્રણી જે. ડી.બાલધા તેમજ ધોરાજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામભાઈ હેરભાએ સંયુક્ત યાદીમાં જણાવેલ કે ધોરાજી શહેર અને તાલુકા પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ અને કારણે કપાસ તેમજ અન્ય મગફળી વગેરેનો પાક બહુ જ ઓછો થયો છે તેમ જ વરસાદ અને કારણે કપાસ બગડી ગયો છે અને વાવેતર ખર્ચ જોતા આજે જે માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીમાં જે ભાવ બોલાયો હતો જેમાં ૧૧૦૦ થી ૧૪૦૦ રૂપિયા ભાવ પડ્યા હતા પરંતુ ખેડૂતોને ખરા અર્થમાં જોઈએ તો વાવેતરનો ખર્ચ એટલો બધો મોટો થયો છે અને નુકસાની પણ એવડી મોટી થઈ છે ત્યારે કપાસનો ભાવ ખૂબ જ ઓછો થયો અને ખેડૂતો પાયમાલ થઈ ગયા હોય તેવું જાણવા મળી રહ્યું છે તો સરકારને વિનંતી છે કે કપાસના ભાવમાં વધારો લાવી દે કપાસનો ભાવ ૧૮૦૦ થી ૨૦૦૦ સુધી સરકાર નક્કી કરે તો જ ખેડૂતો પગ પર ઉભા રહી શકશે નહીંતર ખેડૂતો ઘણી બધી મુશ્કેલી સહન કરવી પડશે ઉત્પાદન ખર્ચ ની સામે ખેડૂતો ને અપૂરતા ભાવ મળી રહી હોવાનું જણાવ્યું હતું. જ્યારે ખેડૂતો એ વીઘા દીઠ વાવેતર થી લઇ અને ઉત્પાદન સુધી ૧૦ થી ૧૫ હજાર નો કયો છે ખર્ચ પરંતુ નવા વર્ષની માર્કેટિંગ યાર્ડમાં રાજીના ભાવ જોતા ખેડૂતોને ખરા અર્થમાં મોટી નુકસાની સહન કરવી પડે તેવું ખેડૂતો પણ જણાવી રહ્યા હતા. (તસ્વીર : કિશોર રાઠોડ)
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
