<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

જામનગરમાં ૮૬ બોટલ સાથે રિક્ષા ડ્રાઇવર ઝડપાયો

જામનગરઃ નુરી ચોકડી બાવળની કાટમાં જાહેરમા એક ઇસમ વિદેશી દારૂની હેરફેર કરે છે. તેવી હકીકતને આધારે રેઇડ કરતા શાહનવાજ ઉર્ફ ટોની દીલાવરભાઇ દરજાદા મકરાણી ઉ.વ ૨૭ ધંધો રી.ડ્રા રહે. કીશાનચોક ખીરા ગેરેજ મકરાણી કબ્રસ્‍તાનની પાસે જામનગર વાળા પકડાઇ ગયેલ અને તેના કબ્‍જામાથી બોટલો નંગ-૮૬ કુલ કિ.રૂ-૪૩,૦૦૦/- ના મુદામાલ મળી આવતા સદરહુ દારૂનો જથ્‍થો પુરો પાડનાર આરોપી અફઝલ ઉર્ફ ઉંચો રહે. ગુલાબનગર વાળાને શોધવા તજવીજ ચાલુ છે. આ કામગીરીમા પોલીસ ઇન્‍સ. એન એ ચાવડા તથા પો.સબ.ઇન્‍સ એમ.એન. રાઠોડ સાહેબ તથા એ.એસ.આઇ રવિરાજસિંહ અનીરૂદ્ધસિહ જાડેજા તથા નરેન્‍દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્‍સ. મહીપાલસિહ મયુરસિંહ જાડેજા તથા સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા પો.કોન્‍સ વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા તથા રૂષીરાજસિંહ લાલુભા જાડેજા તથા હરપાલસિહ ભરતસિંહ પરમાર તથા પ્રદીપસિહ નીર્મળસિંહ રાણા દ્વારા કરવામા આવેલ છે.

(1:32 PM IST)